૨૦૨૨ પહેલાં એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવશે: રૂપાણીની મોટી જાહેરાત

  • મુખ્યમંત્રી રાજકોટમાં ૨૦૦ બેડના કોવિડ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું

    સૌરાષ્ટ્રમાં અત્યારે રાજકોટ કોરોના હબ બન્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે અને બેડ ખૂટી રહૃાાં છે. ત્યારે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં ૨૦૦ બેડના કોવિડ સેન્ટરને આજે શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યુ હતું. CM રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ પહેલા AIMSનું લોકાર્પણ કરવામાં આવશે. જેથી રાજકોટના લોકોને ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહેશે.
    મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર અને કેન્સર હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપીના અદ્યતન મશીન દ્વારા સારવારનો ઈ-લોકાર્પણ માધ્યમથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મહત્વનું છે સવાણી કિડની હોસ્પિટલ પાસેના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે નવનર્મિત કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ CMના ઈ-લોકોર્પણના કાર્યક્રમની ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.