૨૦૨૨ માં ગ્રહોની શુભ અસર નીચે અર્થતંત્ર વધુ મજબૂત થતું જોવા મળે

તા ૨૮.૧૨.૨૦૨૧ મંગળવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ નોમ, ચિત્રા નક્ષત્ર, અતિ. યોગ, વણિજ કરણ આજે સાંજે ૪.૪૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ તુલા (ર,ત).

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આગામી વર્ષમાં લોકો ભૌતિકવાદ તરફ વધુ ખેંચાતા જોવા મળે
ગોચર ગ્રહોમાં કાલસર્પયોગ ની પરિસ્થિતિ બનવા જઈ રહી છે અને વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં ગોચરમાં બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે જોવા મળશે. કાલસર્પયોગ ની પોતાની ઘણી સારી નરસી અસરો હોય છે પરંતુ ખાસ કરીને તે કઈ રાશિમાં બને છે અને બધા ગ્રહો કઈ રીતે પોતાના ગુણ રાહુને આપે છે તેના પરથી તેનું ફળકથન કરી શકાય છે. મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે જયારે જયારે ગોચરમાં કાલસર્પયોગ બનતો હોય છે ત્યારે ત્યારે સર્પ યોની કોઈને કોઈ રીતે ચર્ચામાં આવતી જોવા મળે છે જેમ કે તાજેતરમાં અભિનેતા સલમાનખાનને સર્પદંશ થયો એ રીતે આ પ્રકારના સમાચાર મળતાં જોવા મળે છે. બીજી તરફ મંગળ-કેતુ સર્જરીના કારક બને છે માટે જયારે ગોચરમાં મંગળ-કેતુ સાથે હોય ત્યારે કોઈ સેલિબ્રેટીની સર્જરી ચર્ચામાં આવતી જોવા મળે તો બીજી તરફ અગાઉ લખ્યા મુજબ પરફ્યુમ કારોબારી પિયુષ જૈનની સંપત્તિનો આકડો ૨૮૦ કરોડને પર જઈ રહ્યો છે જે સમાજમાં સંપત્તિનું અસંતુલન દર્શાવી રહી છે અને અગાઉ અત્રે લખ્યા મુજબ અમીર વધુ અમીર થઇ રહ્યો છે જયારે ગરીબ વધુ ગરીબ થઇ રહ્યો છે તે પ્રવાહ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૨ પર શુક્રનું આધિપત્ય રહેશે વળી શરૂઆતમાં કાલસર્પયોગ બની રહ્યો હોય ઘણી ઘટનાઓ એક સાથે બનતી જોવા મળે વળી આતંકી ગતિવિધિ ફરીથી વધુ તેજ થતી જોવા મળશે અને સીમા પર ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળશે. આગામી વર્ષમાં લોકો ભૌતિકવાદ તરફ વધુ ખેંચાતા જોવા મળશે.તો ૨૦૨૨ માં ગ્રહોની શુભ અસર નીચે અર્થતંત્ર વધુ મજબૂત થતું જોવા મળશે.