તા. ૨૫.૧.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ મહા સુદ ચોથ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર, પરિઘ યોગ, બવ કરણ આજે બપોરે ૨.૩૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ ઇન્ડોનેશિયાથી લઈને દિલ્હી સુધી અનેક જગ્યાએ ભૂકંપના ઝટકા મહેસુસ થયા છે તો બીજી તરફ શનિ મહારાજના અસ્ત થવા પહેલા ઘણી કંપનીઓ વધુ માત્રામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું શનિ કર્મના ગ્રહ છે તેના અસ્ત થવાથી કર્મ બાબતે આ પ્રકારના સમાચાર સાંપડી રહ્યા છે તો બીજી તરફ રાહુ મહારાજ ૬ ફેબ્રુઆરીથી ભરણી નક્ષત્રમાં થી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશી રહ્યા છે જેને લીધે હાલ રશિયા જે સ્થિતિમાં થી પસાર થઇ રહ્યું છે તેવી સ્થિતિ ચાઈનામાં બનવાની છે અને ચીન કોઈને કોઈ રીતે યુદ્ધખોર વૃત્તિમાં આગળ વધતું જોવા મળશે અને આ સમયમાં અવકાશમાં તીવ્ર ગતિએ ઉપગ્રહ છોડી શકાય તે પરત્વેના સીમાચિહન રૂપ સંશોધનો અને લોન્ચિંગ પણ જોવા મળશે. ચીન માટે ૨૦૨૩નું વર્ષ પાકિસ્તાનની જેમ જ નબળું રહેવાનું છે અને અનેક સંઘર્ષમાં થી તેણે પસાર થવાનું આવશે તો અગાઉ લખ્યા મુજબ અને સારા વ્યક્તિઓના આત્મઘાતના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ શનિ અને શુક્રની યુતિ જાહેરજીવન રાજનીતિ સાથે સીને જગતના અને ખાસ કરીને તારિકાઓ સાથેના ગુમનામ સંબંધોની પોલ ખોલી રહ્યા છે અને રહસ્યમય કેતુ ગ્રહની સાલ ૨૦૨૩ અનેક હેરતઅંગેઝ અને રહસ્ય ભરપૂર બનાવોની હારમાળા આપી રહ્યા છે કેતુ નો અમલ પહાડી વિસ્તારો પર પણ છે માટે પહાડી વિસ્તારોમાં કુદરતી આપદાઓ થી બચવું જરૂરી બને છે.!