૨૦૨૩માં આવનારી વેબ સિરીઝ મચાવશે ધમાલ, જેની દર્શકો જોઇ રહૃાા છે આતુરતાથી રાહ

વર્ષ ૨૦૨૨માં ઘણી દિલચસ્પ વેબ સિરીઝ દર્શકો પર છવાયેલી રહી છે. OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝે ખૂબ ધમાલ મચાવી. હવે રાહ જોવાઇ રહી છે ૨૦૨૩માં આવનારી વેબ સિરિઝની. દર્શકો ઘણા સમયથી પોતાના ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસને લઇને નવી વેબસિરીઝની રાહ જોઇ રહૃાા છે. પછી ભલે મિર્ઝાપુર હોય કે, ફેમેલી મેન… દર્શકો લાંબા સમયથી રાહ જોઇને બેઠા છે. આજે આ વીડિયોમાં એવી કેટલીક વેબ સિરીઝ વિશે જણાવીશું જેની રાહ જોવી દર્શકો માટે અઘરી સાબિત થઇ રહી છે…. જેમાં પ્રથમ નંબરે પંચાયત છે પંચાયતની સેકન્ડ સિઝન રિલીઝ થયા બાદ તેના કેરેક્ટર્સ અને ડાયલોગ સોશિયલ મીડિયા પર છવાયા છે… બિનોદનો અભિનય હોય કે, સચિવજીનો અભિનય… પરંતુ મોટા ભાગના દર્શકો સિઝન ૩માં સચિવજીની લવસ્ટોરીની રાહ જોઇ રહૃાા છે… અને જેમાં બીજા નંબરે મિર્જાપુર છે. મિર્ઝાપુરની બન્ને સિઝન દર્શકોને ખૂબ પસંદ પડી હતી… કાલિન ભૈયા અને ગુડ્ડુની કહાની ફરી એકવાર દર્શકો માટે નવા રંગ લઇને આવી રહી છે… રિપોર્ટ અનુસાર મિર્ઝાપુર ૩નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે હવે સિરીઝ પ્રોડક્શનના સ્ટેજ પર છે… અને ત્રીજા નંબરે છે રોહિત શેટ્ટીની પોલીસ ફોર્સ પર સીરીઝ છે સિંઘમ, સૂર્યવંશી અને સિંઘમ ૨ બાદ રોહિત શેટ્ટી હવે સિરીઝ બનાવવા જઇ રહૃાા છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરય નજરે પડી શકે છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ પોલીસ ઓફિસરના રૉલમાં જોવા મળશે. અને સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરા મંડી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે. સંજય લીલા ભણસાલી હીરા મંડી સિરીઝને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માને છે. આવા જ માહિતીસભર વીડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી૨૪ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે… અને છેલ્લે ફેમેલી મેનમાં ફરી એકવાર મનોજ બાજપેયીનો નવો અંદાજ જોવા મળશે… સિઝન ૨ પરથી અંદાજ લગાવી શકાય કે, આગામી સિઝનમાં કોરોના મહામારીનો કોન્સેપ્ટ હોઇ શકે છે…