૨૧ રાજ્યોનું આરબીઆઇની ૯૭,૦૦૦ કરોડની ક્રેડિટલાઈનને સમર્થન

 • જીએસટી વળતર
  જીએસટીના વળતરને લઇને ચાલી રહેલા વિવાદમા વિપક્ષી રાજ્યોમા મત-મતાંતર જોવા મળી રહૃાા છે. ૨૧ રાજ્યોએ કેન્દ્ર સરકારે આપેલો પહેલો વિકલ્પ એટલે કે ૯૭,૦૦૦ કરોડ રૂપિયાના ઉધાર લેવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. વિપક્ષના રાજ્યોએ હજુ સુધી કેન્દ્રના કોઇ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી.
  કયા છે એ બે વિકલ્પ
  ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલએ આ મહિનામાં થયેલી ૪૧મી બેઠકમા વળતરને લઇને રાજ્યોએ કેન્દ્રને બે વિકલ્પ આપ્યા છે. રાજ્યોને કહેવામા આવ્યુ હતુ કે એક અઠવાડિયાની અંદર પોતાનો વિચાર રજુ કરે, પરંતુ હજુ સુધી રાજ્યોએ કોઇ વળતો ઉત્તર આપ્યો નથી.
  પહેલો વિકલ્પ
  પહેલા વિકલ્પ હેઠળ રાજ્યોએ કહૃાુ હતુ કે, ફકત જીએસટીના કારણે તેઓને અત્યાર સુધી ૯૭,૦૦૦ કરોડ રૂપિયાનુ નુકશાન થઇ રહૃાુ છે. તેથી તેઓ આ રકમ નાણાકીય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેવા તરીકે લઇ લે. આમ જ રાજ્યોને આ જ રીતે દર બે મહિને પૈસા મળશે, જેમકે અત્યાર સુધીમા વળતર આપવામા આવતુ હતુ.
  બીજો વિકલ્પ
  બીજા વિકલ્પમા કહેવામા આવ્યુ કે, રાજ્ય સંપૂર્ણ રીતે જીએસટી રાજસ્વ નુકશાનને (જેમા કોરોનાથી થયેલુ નુકશાનનો પણ સમાવેશ થાય) ઉધાર લઇ લે જે લગભગ ૨.૩૫ કરોડ રૂપિયાનુ છે. એના માટે પણ રિઝર્વ બેંકની મદૃદૃથી ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામા આવશે.
  કયા રાજ્યોએ પહેલો વિકલ્પ પસંદ કર્યો
  નાણાકીય મંત્રાલએ આપેલી જાણકારી મુજબ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પેહલા વિકલ્પને પસંદૃ કર્યો છે. મણિપુરએ પહેલા બીજો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ પછીથી બદલીને પહેલા વિકલ્પને પસંદ કર્યો.
  સૂત્રોના જણાવ્યા અનુસાર, એક-બે દિવસમા રાજ્યએ પોતાના વિકલ્પ વિશે નાણા મંત્રાલયને જણાવી શકે છે પરંતુ, વિપક્ષ સહિત કેટલાક રાજ્યો આ બાબતેમુંઝવણમા મુકાયા છે. વિપક્ષ શાસિત રાજ્ય પહેલા દિવસથી સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કરી રહૃાુ છે. પરંતુ હવે જીએસટી કાઉન્સિલનુ બહુમત કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારશે તેવુ લાગી રહૃાુ છે. એવામા તેના માટે આ પગલુ ઘણુ મુશ્કેલીભર્યુ બની શકે છે. ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ર્વિમ બંગાળએ હજુ સુધીમા જીએસટી કાઉન્સિલના પ્રસ્તાવનો કોઇ જવાબ આપ્યો નથી.