- ઈન્સ્ટિટ્યુટ ખોલતા પહેલા ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ લેવાની રહેશે
ઈન્સ્ટિટ્યુટમાં તૈયાર કરવામાં આવશે ક્વોરેન્ટીન સેન્ટર, ક્લાસ પૂર્વે પરિસરને સેનિટાઈઝ કરવાનું રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આંશિક છૂટ આપવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે. ૨૧ સપ્ટેમ્બરથી વિવિધ ધોરણોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહૃાું છે કે-ઈન્સ્ટિટ્યુટ ખોલતા પહેલા શિક્ષણ વિભાગની સલાહ લેવાની રહેશે.અન્ય શહેરોથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખોલી શકાશે. જોકે, બહારથી આવતા વિદ્યાર્થીઓને વર્ગમાં હાજર થતા પહેલા ૧૪ દિવસ ક્વોરન્ટીન થવું પડશે. આ માટે ઈન્સ્ટિટ્યુટમાં જ ક્વોરેન્ટીન સેન્ટર બનાવવું પડશે.
આ ઉપરાંત અભ્યાસ શરૂ થતા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે ઓછામાં ઓછા ૬ ફૂટ અંતર રાખવું પડશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવે ત્યારે મોઢા પર હાથ રાખવો, પોતાના આરોગ્યનું સતત મોનિટિંરગ કરવું અને જ્યા ત્યાં થૂકવું નહીં જેવી બાબતોની પૂરતી કાળજી લેવાની રહેશે. ઈન્સ્ટિટ્યુટમાં એન્ટ્રી પોઇન્ટ પર સૌનું સ્ક્રીિંનગ થશે. કોરોનાના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ કે જ્યાં, ટેકનિકલ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ ચાલે છે અને લેબોરેટરી, એક્સપિરીમેન્ટલ વર્કની જરૂર છે. આ સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ બાદ ખોલી શકાશે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનમાં રજિસ્ટર્ડ શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટર.
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શિક્ષક, વિદ્યાર્થી, કર્મચારીોને ઈન્સ્ટિટ્યુટમાં જઈ અભ્યાસની મંજૂરી નહીં મળે. ઈન્સ્ટિટ્યુટ ખુલવાના સંજોગોમાં સમગ્ર પરિસર, ક્લાસરૂમ, લેબોરેટરી, બાથરૂમને સેનિટાઈઝ કરવાનું રહેશે. બાયોમેટ્રિક મશીનથી હાજરી પૂરવામાં નહીં આવે. કોન્ટેક્ટ-લેસ વ્યવસ્થા કરવી પડશે. એન્ટ્રી પોઇન્ટ પર પલ્સ ઓક્સિમીટર, થર્મલ ગનની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી એન્સિપ્ટોમેટિક વ્યક્તિના ઓક્સિજન લેવલ તથા બોડી ટેમ્પરેચરની તપાસ કરી શકાય. ડિસ્પોઝેબલ પેપર ટોવેલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈટ સોલ્યુશનનો ઉપયોગ થવો જોઈએ. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે. ઢાકેલા ડસ્ટબિન (કચરાપેટી) હોવા જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.