૨૨ ભારતીય અને ૬ યુએન ભાષાઓમાં ઉપલ્બધ હશે વડાપ્રધાનની અધિકારિક નવી વેબસાઈટ

સરકારે વડાપ્રધાનની અધિકારીક વેબસાઈટને ફરી ડિઝાઈન કરવા માટે એજન્સીઓ પાસે પ્રસ્તાવ માંગ્યો છે. આ વેબસાઈટ સંયુક્ત રાષ્ટ્રની ૬ ભાષાઓ અને ૨૨ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે. વડાપ્રધાનની વર્તમાન વેબસાઈટ ૧૨ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
સરકારે આ વેબ સાઈટની ડિઝાઈન કરવા માટે કંપનીઓને શોધી રહી છે. જેના માટે નેશનલ ઈ-ગવર્નસ ડિવિઝન તરફથી એક પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ડૉક્યુમન્ટ અનુસાર એજન્સી એવી વેબસાઈટ બનાવવા પર ધ્યાન આપવું પડશે, જેની લોકો માટે સરળતા રહે, તેમજ વડાપ્રધાનની ભારતની વાતો દૃેશી અને વિદૃેશી ભાષાઓમાં પ્રકાશિત કરી શકે.
જે ભાષામાં વેબસાઈટ ઉપલ્બધ કરવામાં આવનારી છે, તેમાં યૂએનની અધિકારીક ૬ ભાષાઓ, અરબી, ચીની, અંગ્રેજી, ફ્રેંચ, રુસી અને સ્પેનિસ સામેલ છે. આ સિવાય જે ભારતીય ભાષાઓ સામેલ કરવામાં આવી રહી છે. તેમાં આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૌથલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, સંથલી ,સિંધિ, તમિલ, તેલુગુ, ઉર્દૃુ ભાષાઓ સામેલ છે.