૨૨ વર્ષ બાદ રોપવેમાં બેસીને અંબાજી માતાના દર્શન કરવાનો લાભ મળ્યો: રૂપાણી

વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ ક્લાસ રોપવે છે. જેમાં બેસીને ખુબજ આહ્લાદક અનુભવ થયો છે. ૨૨ વર્ષ પહેલા પગથિયા ચડી અંબાજીના દર્શન કર્યા હતા. આજે ૨૨ વર્ષ બાદ રોપવેમાં બેસીને અંબાજી માતાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. ૧૦ મિનિટમાં ગિરનારની ટોચ પર પહોંચી માતાજીના દર્શન કરી શકાય છે. આજના પવિત્ર દિવસે માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો ખૂબ ધન્યતા અનુભવું છું. સૂર્યોદય યોજના મુદ્દે જણાવ્યું કે ખેડૂતોનો મહત્વનો પ્રશ્ર્ન રાત્રે લાઈટ મળે તે હતો. જેથી ખેડૂતોની આ મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
સાથે જ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ ન વધે તે માટે સરકાર ચિંતિત છે. કોંગ્રેસ ચૂંટણીમાં હાર ભારી ગઈ છે. કોલર ટ્યુનમાં ક્યાંય પ્રચાર નથી ક્યાંય મારૂ નામ નથી. લોકો સજાગ રહે તે માટે કોલર ટ્યુન છે. કોંગ્રેસ પ્રજા પાસે જઈ શકે તેમ નથી માટે ખોટા વિવાદો કરે છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂત, ખેતી અને ગામડું સમૃદ્ધ કરવા માટે સરકાર કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફત ૧૦૫૫ ગામડાંના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. PM નરેન્દ્ર મોદીની જ્યોતિગ્રામ યોજનાને કારણે ગુજરાત ૨૪ કલાક વીજળીથી ઝળહળી રહૃાું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે.
તેમણે રોપવે મુદ્દે જણાવ્યું હતું કે રોપવે મારફત વધુ ને વધુ લોકો ગિરનારનાં દર્શન કરે એ માટે પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરું છું. લાખો લોકોને દર્શન કરાવવા એ પુણ્યનું કામ છે, સાથે જ જણાવ્યું હતું કે કોરોનાના કાળ વચ્ચે પણ વિકાસ આગળ વધતો રહે એ માટે તેઓ કામ કરી રહૃાા છીએ. આપણાં સપનાં પૂર્ણ થઈ રહૃાાં છે, એટલે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત હંમેશાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર જ આગળ વધી રહૃાું છે.