૨૪ કલાકમાં ફૌ-જી ગેમ ૩થી વધુ વખત ડાઉનલોડ થઈ

૭૨મા પ્રજાસત્તાક દિવસ પર અક્ષય કુમારે પોતાની ગેમિંગ એપ ફૌ-જીને લોન્ચ કરી હતી. લોન્ચ થયાના ચોવીસ જ કલાકમાં આ ગેમ ૩ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ લખાઈ રહૃાું છે ત્યારે ડાઉનલોડનો આંકડો ૩.૩૫ લાખ બતાવે છે. આ ગેમને યુઝર્સ તરફથી ૫માંથી ૩.૬નું રેટિંગ મળ્યું છે. ગઈકાલે અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ એપની િંલક શૅર કરીને લખ્યું હતું કે, ’દુશ્મનોનો સામનો કરો. તમારા દેશ માટે લડો. તમારા રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરો. આજથી જ તમારું મિશન શરૂ કરો. પબ-જીના ભારતીય વર્ઝન સમી આ એક્શન ગેમની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની એન-કોરએ બનાવી છે.

આ કંપનીના માલિક દયાનિધિ એમ. જી. છે. કંપનીના સીઓઓ ગણેશ હંડે છે. ઉલ્લેખનીય છે કે ફૌ-જીનું પૂરું નામ ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ છે. રિપોર્ટના મતે, ગૂગલ પ્લે સ્ટોર પર રિલીઝ થયા પહેલાં ફૌ-જીનું ૫૦ લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. એનકોર ગેમ્સના સીઈઓ વિશાલ ગોંડલે કહૃાું હતું, ’ફૌ-જી એ બતાવવાનો પ્રયાસ કરે છે કે એક ભારતીય જવાનનું જીવન કેવું હોય છે અને તે આપણાં માટે બોર્ડર પર કેવી રીતે લડે છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. જો તમે પહેલેથી જ આ ગેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો તમે એને એ રીતે ડાઉનલોડ કરી શકશો.

આ ગેમની સાઈઝ ૪૬૦ એમબી છે. અત્યારે આ ગેમ માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જ રમી શકાશે. ટૂંક સમય બાદ આઈ ફોનમાં પણ આ ગેમ ઉપલબ્ધ થશે. આ મોબાઈલ ગેમમાં પણ એપ પર્ચેઝ ઓપ્શન છે. આ ગેમને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. જોકે પબજી તથા અન્ય ગેમની જેમ જ ફૌ-જીમાં પણ પર્ચેઝનું ઓપ્શન આપવામાં આવ્યું છે અને તમે ગેમની અંદર જ ખરીદીકરીને આગળના લેવલ પર વધી શકો છો.