૨૪ કલાકમાં રાજ્યનાના ૧૮૮ તાલુકામાં વરસાદ: બનાસકાંઠામાં મોડી રાત્રે યુવાન ડૂબ્યો

 

ગાંધીનગર,

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૮૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના જ માંગરોળમાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદૃાના દેવ્યાપાડામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૩૮ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં ૧૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે બિલકુલ સામાન્ય વરસાદ ૧૯ તાલુકામાં જોવા મળ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ડીસામાં ૪૫ મિમી, અમીરગઢમાં ૨૦ મિમી, કાંકરેજમાં ૯ મિમી, થરાદમાં ૧૭ મિમી, દૃાંતામાં ૫ મિમી, દૃાંતીવાડામાં ૪૫ મિમી, દિૃયોદરમાં ૩૫ મિમી, ધાનેરામાં ૧૬ મિમી, પાલનપુરમાં ૪૪ મિમી, ભાભરમાં ૭ મિમી, લાખણીમાં ૨૧ મિમી, વડગામમાં ૪૦ મિમી, સુઇગામમાં ૧૮ મિમી વરસાદ નોંધાયો છે. વાવ તાલુકાને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને જીવતદૃાન મળ્યું છે.

બનાસકાંઠાના ડીસા વાડી રોડના નાળામાં મોડી રાત્રે એક યુવક ગટરમાં ખાબક્યો હતો. ભેરાજી લુહાર નામનો યુવાન ગટરના નાળામાં ડૂબ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખી રાત ગટરમાં યુવકની શોધખોળ કરવામાં આવી હતી. જેના બાદ વહેલી સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો. હાલ યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. વહેલી સવાર ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ ઠાલવ્યો હતો.