૨૪ કલાકમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં વરસાદ

  • આજે ભારે વરસાદની આગાહી
  • આજે ૧૧ તાલુકામાં વરસાદ નોઁધાયો, સૌથી વધુ ઉમરગામમાં દૃોઢ ઈંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં ૧૨૫ ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો

    ગાંધીનગર,
    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ તાલુકામાં ૨ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
    આજે સવારથી ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહૃાું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે ૧.૫ ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧૬ અને ૧૭ જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    તેમજ નવસારી, વલસાડ, દિવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દૃાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આગામી ૨ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને અમદૃાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
    સૌરાષ્ટ્રમાં ૧૨૫ ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો
    સૌરાષ્ટ્રની ધરતી પર આ વર્ષે પણ મેઘરાજાનું હેત વધારે રહૃાું છે અને આજ તા.૧૪ જૂલાઈ સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસતો હોય છે તેના કરતા ૫૦ ટકાથી ૫૦૦ ટકા વધુ અને એકંદરે ૧૨૫ ટકા વધુ એટલે કે સવા ગણો વરસાદ વરસી ગયો છે. ઉપરાંત, આજે ફરી ગુજરાતમાં નૈઋત્યના વરસાદૃી પવનની સાથે ભારે વરસાદ આવે તેવી શક્યતા બળવત્તર બની છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાનખાતાએ કરી છે.