૨૪ કલાકમાં ૧૨.૫ ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત

રાજ્યમાં સવારથી મેઘરાજાની મહેર છે. સવારે ૮ વાગ્યા સુધીમાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને માંડવીમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરતના કામરેજમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યમાં ૧૬ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ આજે સવારે ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૫ તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં આણંદમા સૌથી વધુ ૧૨.૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડામાં ૨૪ કલામાં ૧૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમા ૮.૫ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

ખેડાના નડિયાદમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના ડેડીયાપાડામા ૭ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આણંદના આંકલાવ અને સુરતના બારડોલીમા ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના અન્ય ૧૦ તાલુકાઓમાં ૪ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં આણંદ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨.૫ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આણંદ શહેરના ત્રણ તળાવ ઘણા વર્ષોબાદ ૧૨.૫ ઇંચ વરસાદથી છલકાયા છે. ગામવડ વિસ્તાર સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. તો કેટલીક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. મધ્ય ગુજરાતમાં વરસાદ નહિવત જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હાવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ૨૪ કલાકમાં આણંદ તાલુકામાં ૧.૫ ઇંચ નોંધાયો છે. વરસાદૃી પાણી મધ્ય ગુજરાતનો મુખ્ય પાક ડાંગર માટે લાભદાયી છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી.