૨૪ કલાકમાં ૧૮ જુલાઈ બાદ સૌથી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • ૨૪ કલાકમાં ૩૬,૪૭૦ પોઝિટિવ કેસ નોંધાયા, વધુ ૪૮૮ના મોત
  • ૨૪ કલાકમાં ૬૩,૮૪૨ દર્દીઓ થયા સ્વસ્થ, દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૭૯.૪૬ લાખને પાર, મૃત્યુઆંક ૧૧૯૫૦૨ એ પહોંચ્યો

 

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લાં ૨૪ કલાક (સોમવાર સવારે ૮ વાગ્યાથી મંગળવાર સવાર ૮ વાગ્યા સુધી)માં ૩૬૪૬૯ નવા કેસ સામે આવ્યા છે. આ ૧૮ જુલાઇ બાદ સૌથી ઓછા નવા કેસ છે. જે ૧૮ જુલાઈ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જણાવી દઈએ કે, ૧૮ જુલાઈએ ૩૪,૮૮૪ નવા કેસ સામે આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે ૧૮ જુલાઇના રોજ ૩૪૮૮૪ નવા કેસ સામે આવ્યા હતા. ઓક્ટોબરમાં ડેલી કેસીસની સંખ્યા ૫૦ હજારથી નીચે આવી ગઇ અને હવે તે ઘટતી જઇ રહી છે. ભારતમાં માત આપનારની સંખ્યા વધી રહી છે અને એક્ટિવ કેસ સતત ઘટી રહૃાા છે જો કે તે મહામારી ઓછા થયાના સંકેત છે.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૯૪૬૪૨૯ પર પહોંચી ચૂકી છે. ત્યારે જો વાત કરીએ મૃતકોની તો તમારી માહિતી માટે આપને જણાવી દઇએ કે છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૪૮૮ લોકોના મોત થયા છે અને કુલ મૃતકોનો આંકડો ૧૧૯૫૦૨ થઇ ચૂકયો છે.

કોરોના જેવા ખતરનાક વાયરસને માત આપી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહૃાો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે છેલ્લાં ૨૪ કલાકમાં ૬૩૮૪૨ દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં ૭૨ લાખથી વધુ (૭૨,૦૧,૦૭૦) લોકો સંક્રમણથી મુકત થઇ ચૂકયા છે. એક્ટિવ કેસ પણ ૮ ઑગસ્ટ બાદ સૌથી ઓછા છે. દેશમાં અત્યારે ૬૨૫૮૫૭ કેસ એક્ટિવ સ્ટેજમાં છે એટલે કે તેમની સારવાર કાં તો હોસ્પિટલમાં ચાલી રહી છે અથવા તો પછી ડૉકટર્સના દિશા-નિર્દૃેશો પર હોમાઆઇસોલેશનમાં છે.

પોઝિટિવિટી રેટ ૪ ટકાની નીચે (૩.૮૦%) આવી ગયો છે, રિકવરી રેટ સુધારાની સાથે ૯૦ ટકાને પાર (૯૦.૬૨%) છે. મૃત્યુ દર ૧.૫ ટકા પર છે તો એક્ટિવ કેસ ૮ ટકાથી નીચે (૭.૮૭%) નોંધાયો છે.

આઇસીએમઆરના મતે દેશમાં અત્યાર સુધીમાં ૧૦.૪૪ કરોડ (૧૦,૪૪,૨૦,૮૯૪) લોકોની કોરોનાની તપાસ થઇ ચૂકી છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૫૮૧૧૬ લોકોના ટેસ્ટ થયા છે.