દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને ૩૩,૮૭,૫૦૦ થઈ છે
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણનો પ્રકોપ ભારતમાં દિવસે ને દિવસે વધતો જઈ રહૃાો છે. શુક્રવારે કોરોના વાયરસે અગાઉના તમામ રેકોર્ડ તોડી દિધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૭૭,૨૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૦૫૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૩,૮૭,૫૦૧ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨૫ લાખ ૮૩ હજાર ૯૪૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.હાલ ૭,૪૨,૦૨૩ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૬૧,૫૨૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ ૩,૯૪,૭૭,૮૪૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ગુરુવારના દિવસે ૨૪ કલાકમાં ૯,૦૧,૩૩૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહૃાો છે. રાજ્યમાં સંક્રમિત મંત્રીઓ અને ધારાસભ્યોની કુલ સંખ્યા ૨૯ થઈ ગઈ છે. રાજસ્થાનના સીએમ ઓફિસના ૧૦ સ્ટાફકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે સતકર્તાના ભાગ રૂપે તમામ બેઠકોને રદૃ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પણ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી તેમણે ટ્વિટ કરીને આપી છે.