૨૬મી જાન્યુઆરીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સ્વાતંત્ર દિનની શુભકામનો પાઠવતા થઇ ટ્રોલ

૭૨ માં ગણતંત્ર દિવસને દેશભરમાં દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.. કોરોના રોગચાળાને કારણે ઘણા કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા. સામાન્ય લોકોની સાથે બોલીવુડ સેલેબ્સ પણ આ દિવસની ઉજવણી આનંદથી કરી રહૃાા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને શુભકામનાઓ પણ આપી રહૃાા છે. જોકે, શિલ્પા શેટ્ટીએ ??સોશિયલ મીડિયા દ્વારા ગણતંત્ર દિનની સાથે સાથે સ્વતંત્રતા દિન પર સૌને અભિનંદન આપ્યા હતા, જેના કારણે તેને ખૂબ ટ્રોિંલગનો શિકાર થવું પડ્યું. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું હતું, જેમાં તે ગણતંત્ર દિનની સાથે સાથે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળી હતી.

તેની ભૂલનો અહેસાસ થતાં જ શિલ્પાએ તરત જ પોતાનું ટ્વીટ બદલ્યું હતું. તમને જણાવી દઈએ કે શિલ્પાએ થોડા સમય પછી પોતાનું ટ્વીટ સુધાર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તે ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી. એક યુઝરે લખ્યું કે, ‘ચાલો યાદ આગામી ૨૬ જાન્યુઆરી યાદ રાખજો તે જ સમયે, બીજા યૂઝર્સે લખ્યું  ‘આવું કેવી રીતે ચાલશે દીદી? એટલું જ નહીં, એક યુઝરે લખ્યું કે, ‘અમે આ નશો જોવા આવ્યા પણ પબ્લિકે તો આ નશો જ ઉતારી દીધો. અરે બોલીવૂડના લોકોને કોઇ ફરક જણાવી દૃો. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસમાં. તમને જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. આ દિવસોમાં શિલ્પા ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેના ફનથી ભરેલા વીડિયો ફેન્સ ખૂબ જ પસંદ આવી રહૃાા છે. ફેન્સને પણ શિલ્પાની પોસ્ટ ખૂબ પસંદ આવે છે, જોકે આ વખતે ચાહકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા ખૂબ જ જલ્દૃી ફિલ્મ હંગામા ૨ માં નજરે પડવાની છે. આ ફિલ્મના સેટ પરથી તેણે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેને ચાહકોને ખૂબ ગમ્યો. આ સિવાય ફિલ્મ ‘નિકમ્મા પણ જોવા મળશે. આપણે જણાવી દઈએ કે ‘નિકમ્મામાં શિલ્પા શેટ્ટી ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દૃાસાણી અને િંસગર શર્લે સોતિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.