૨૮ ડિસેમ્બરે વડાપ્રધાન મોદી ડ્રાઇવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવશે

દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ઝડપી ચાલનાર છે. ૨૮ ડિસેમ્બરે વડાપ્રધાન મોદી લીલી ઝંડી બતાવીને આની શરૂઆત કરશે. આ ટ્રેન ખામીઓને ઓળખવા માટે હાઈ રેઝ્યૂલેશન કેમેરા, રીયલ ટાઈમ મોનિટિંરગ ટ્રેન ઈક્વિપમેન્ટ, રિમોટ હેન્ડિંલગ ઈમરજન્સી એલાર્મ અને કેટલાક ઉચ્ચ સ્તરની ટેકનોલોજીથી લેસ છે. ડીએમઆરસીના કાર્યકારી નિર્દૃેશક અનુજ દયાલે જણાવ્યું કે, ૩૭ કિલોમીટરની મજેન્ટા લાઈન (જનકપુરી વેસ્ટથી બોટેનિકલ ગાર્ડન) પર વગર ડ્રાઈવરે ટ્રેનનું સંચાલન શરૂ થશે.

તેમને કહૃાું કે, વડાપ્રધાન મોદી આ દિવસે નેશનલ કોમન મોબિલિટી કાર્ડની પણ શરૂઆત કરશે. આ ૨૩ કિલોમીટરની એરપોર્ટ એક્સપ્રેસ લાઈન (નવી દિલ્હીથી દ્વારકા ૨૧) માટે હશે. કમિશ્ર્નર ઓફ રેલવે સેટીએ સુનિશ્ર્ચિત કર્યું છે કે, વગર ડ્રાઈવવરે ટ્રેન ચલાવવા માટે બધા માપદંડોને પૂરા કરવામાં આવ્યા છે કે નહીં. બધા માપદંડો પર સંતુષ્ટ થયા પછી જ ૧૮ ડિસેમ્બરે યૂટીઓ લોન્ચની પરવાનગી આપવામાં આવી છે.

આ ટ્રેનમાં ઈન્ડિયન રેલવે ચેક સિસ્ટમ લગાવવામાં આવી છે જે હાઈ રિઝેલ્યૂશન કેમેરા પર આધારિત છે. સૂત્રોનું કહેવું છે કે, રેલવે ટ્રેકમાં થનાર સમસ્યાઓને આ કેમેરો ઓળખી લે છે અને કંટ્રોલ રૂમમાં આની જાણકારી આપે છે. હાલમાં આને સેન્ટરથી કંટ્રોલ કરવામાં આવશે. એટલે કહી શકીએ કે, બધી રીતે ડ્રાઈવર લેશ થવાથી હજું પણ થોડા સમય લાગી જશે.

દયાલે જણાવ્યું કે, હાલમાં અમે ડ્રાઈવરલેસ ઓપરેશન શરૂ કરવા જઈ રહૃાાં છે. હાલમાં રોવિંગ એટેન્ડેન્ટ ટ્રેનમાં હાજર રહેશે. હાલમાં ડીએમઆરસી બધા રૂટ પર ૭-૮ ટ્રેનોમાં રેલ ચેક કેમેરો લગાવવાની યોજના બનાવી રહૃાું છે. હાલમાં સરકારે પણ ડ્રાઈવલલેસ ટ્રેનને પરવાનગી આપી દીધી છે. આનાથી પહેલા સરકારી નિયમોમાં આની પરવાનગી નહતી.