૨૮ લોકોને લઈને જતા રશિયાના છદ્ગ-૩૬ વિમાનનો સંપર્ક તૂટ્યો, દરિયામાં ક્રેશ થયું હોવાની આશંકા

રશિયન પેસેન્જર વિમાન સમુદ્રમાં તૂટી પડવાની આશંકા છે. તેમાં ૨૮ મુસાફરો હતા. લાઇટ એએન-૩૬ના ગુમ થયાના પહેલા સમાચાર આવ્યા હતા. મંગળવારે પ્રાદેશિક અધિકારીઓને ટાંકતા અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાન પૂર્વીય ક્ષેત્રમાં કામચાટક દ્વીપકલ્પ પર ગુમ થયું છે. એએન-૩૬ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો, જેના પછી તેનો પત્તો મળી શક્યો નહીં. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર વિમાન દરિયામાં ક્રેશ થયું છે. અધિકારીઓએ વિમાનમાં સવાર તમામ મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પહેલા રોયટર્સે ઈન્ટરપોલ અને આરઆઈએ નોવેસ્તી એજન્સીઆ આપાત સ્થિતિઓના મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે, વિમાન કામચટકા દ્વીપકલ્પમાં પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી પલાના તરફ ઉડાન ફરી હતી, ત્યારે જ તેમનો સંપર્ક તૂટી ગયો. તો બીજી તરફ ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે જહાજ પર સવાર ૨૮ લોકોમાં ચાલકદળના ૬ સભ્ય સામે હતા અને ૨૨ યાત્રીઓમાં એક કે બે બાળકો પણ સવાર હતા.

વિમાન કેવી રીતે અને ક્યાં ક્રેશ થયું તે અંગે વિવિધ દાવા કરવામાં આવી રહૃાા છે. એક સ્ત્રોતે ટીએએએસને જણાવ્યું હતું કે વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હતું. અન્ય એક ન્યુઝ એજન્સી ઇન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે વિમાનનો કાટમાળ પલાના શહેર નજીક કોલસાની ખાણ નજીક પડ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા બે હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમ પણ તૈયાર છે. મંત્રાલયે કહૃાું કે એન્ટોનોવ કંપનીએ ૧૯૬૯-૧૯૮૬ની વચ્ચે આવા નાના લશ્કરી અને નાગરિક વિમાન બનાવ્યા હતા. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ સ્થાનિક હવામાન શાસ્ત્રના કેન્દ્રને ટાંકીને જણાવ્યું છે કે આ ક્ષેત્ર વાદળછાયું છે. આવી સ્થિતિમાં ખરાબ હવામાનને કારણે વિમાન ક્રેશ થયું હોઈ શકે છે.