૨૯ સપ્ટેમ્બરે યોજાનાર બેઠકમાં નિર્ણય થશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દૃેવાઇ
કોરોના કાળમાં ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દૃેવામાં આવી છે, એટલે કે હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓનું કોઈ આયોજન નથી. પરંતુ ૨૯ સપ્ટેમ્બરે ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજવી કે નહીં તેની એક બેઠક મળશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે.
ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ટાળી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસાની ખાલી સીટો પડી છે.