૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા

કોરોના કોઈને છોડતો નથી, નાનો માણસ હોય કે મોટો… આવામાં તો ખુદ સારવાર કરનારા તબીબો જ સંક્રમણનો ભોગ બની રહૃાાં છે. ખાસ કરીને એ વિદ્યાર્થીઓ, જેઓએ માંડ તબીબી અભ્યાસમાં પગ મૂક્યો છે તેઓને પણ કોરોનાનો સામનો કરવો પડી રહૃાો છે. એક તરફ તેઓને કોરોના વોરિયર બનવાની મોટી તક અને અનુભવ મળી રહૃાો છે, તો બીજી તરફ એ જ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહૃાા છે. ગુજરાતભરમાં એમબીબીએસ નો અભ્યાસ કરતા ૩૪ વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા છે.
સરકાર દ્વારા એમબીબીએસ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી છે. જેઓ ખુદ સંક્રમિત થઈ રહૃાા છે. જેમાં સૌથી વધુ એનએચએલ મેડિકલ કોલેજના ૧૫, એલજી મેડિકલ કોલેજના ૧૪ વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યા છે. સુરતની સ્મીમેર કોલેજના ૩, સુરત સરકારી મેડિકલ કોલેજના ૨ વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. કોરોનાનો શિકાર થનારા મોટાભાગના એમબીબીએસના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. કોરોનાના વધતા કેસ
અને સ્ટાફની અછતને પહોંચી વળવા સરકાર તરફથી એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા અનેક ડોક્ટરો બાદ હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહૃાા છે. ગુજરાત મેડિકલ સ્ટુડન્ટસ એસોસિએશને એમબીબીએસનો અભ્યાસ કરતા ડોક્ટરો કોરોનાના શિકાર થઈ રહૃાા હોવાની માહિતી ટ્વીટ કરીને આપી છે.