૨ વર્ષમાં અમેરિકા, બ્રિટન જેવું હશે દૃેશના રોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર: નીતિન ગડકરી

  • આવનારા ૨ વર્ષોમાં ભારત અમેરિકા,બ્રિટન જેવા વિકસિત દૃેશોની કતારમાં આવી જશે 

    ઘણાં રણનીતિક સુરંગ અને પુલોથી લઇને ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણમાં લાગેલું ભારત આવનારા ૨ વર્ષોમાં આ ક્ષેત્રમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દૃેશોની કતારમાં આવી જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આ વાત કહી છે. તેમણે કહૃાું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં એકીકૃત રણનીતિ પર ભાર આપવામાં આવી રહૃાું છે.
    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહૃાું કે, દૃેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઇ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદૃીના દ્રષ્ટિકોણને અનુરૂપ એકીકૃત રીતે કામ કરવામાં આવી રહૃાું છે. નવા હાઈવેનું નિર્માણ કરતા સમયે જ ઓપ્ટિકલ ફાઈબર, ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઈપલાઇનોને નાખવાની રણનીતિ છે. તેમણે કહૃાું કે, વીજળી મંત્રાલય ટ્રાંસમિશન લાઇન માટે યોજના બનાવશે અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઓપ્ટિકલ ફાઈબર માટે પોતાની મંજૂરી આપશે. તે જ રીતે, જે મોટા રસ્તાઓ બની રહૃાા છે ત્યાં ગેસ પાઈપલાઇનો નાખવામાં આવી શકે છે. પ્રસ્તાવિત ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેની સાથે આ પ્રકારની તૈયારી છે. જેમાંથી એક લાખ કરોડ રૂપિયાના દિૃલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સહિત સાત પર કામ શરૂ થઇ ગયું છે.
    તેમણે કહૃાું કે, મને વિશ્ર્વાસ છે કે આવનારા બે વર્ષોમાં તમે એક બદૃલાયેલું ભારત જોશો. અમે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં રસ્તાઓ, ટનલ અને પુલોના ક્ષેત્રોમાં જે કામ જોઇએ છે, તે જ પ્રકારનું કામ આપણા દૃેશમાં જોશો. ગડકરીએ કહૃાું કે, દૃેશના જુદૃા જુદૃા ક્ષેત્રોમાં ઘણી ટનલો અને બ્રીજોનું નિર્માણ થઇ રહૃાું છે. આ ઉપરાંત ૩.૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચથી ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે. તેમાંથી ૭૫૦૦ કિલોમીટરના એક્સપ્રેસ વે એક-બે વર્ષમાં પૂરા કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે, મધ્ય પ્રદૃેશમાં ૮૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચથી ચંબલ એક્સપ્રેસ વેનું નિર્માણ માટેની વાતચીત અંતિમ સ્ટેજ પર પહોંચી રહી છે. આ પોતાની રીતની એક પહેલી પરિયોજના છે. જેમાં રાજ્ય સરકારની સાથે ગઠજોડ કરવામાં આવી રહી છે.