૩૦ સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેશે: સત્તાવાર રીતે હવામાન વિભાગની જાહેરાત

ગાંધીનગર,
હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વાના સમાચાર આવ્યા છે જેનાથી જગતનો તાત રાજીના રેડ થઈ જશ. ગુજરાતમાં આવર્ષે સરેરાશ ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાંથી વિધિસર રીતે ૩૦મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિૃવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે.
આ વર્ષે રાજ્યમાં ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પાંત દિવસ વરસાદિ ઝાપટા આવશે. અને એમાંય ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતને ચોમાસું જતા જતા જળબંબોળ કરીને જાય તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સારો રહૃા હતો. અમદાવાદ સહીત અન્ય વિસ્તારમાં ઉકળાટનું પ્રમાણ રહેશે.