૩૧મી ડિસેમ્બરને પગલે રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

૩૧મી ડિસેમ્બરને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે મોટા ભાગના લોકો નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતની સરહદ તરફ જતા જોવા મળે છે ત્યારે આ વખતે મહામારીમાં સરકારે તકેદારીના પગલાના ભાગ રૂપે સાવચેતી શરૂ કરી દીધી છે. અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા આજથી સમગ્ર જીલ્લાના રાજસ્થાન સરહદોને જોડાતા રતનપુર,મેઘરજ ની ઉન્ડવા બોર્ડર સહિતના રસ્તાઓ ઉપર સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે.
શામળાજી પોલીસ દ્વારા પણ રાજસ્થાન સરહદને જોડતી મુખ્ય રતનપુર ચેકપોસ્ટ , બોબીમાંતા ચેકપોસ્ટ , ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ૧ જાન્યુઆરી સુધી રાઉન્ડ ધી ક્લોક રતનપુર બોર્ડર ઉપર રાજસ્થાન બાજુથી આવતા નાના મોટા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવનાર છે.
આ ઉપરાત રાજસ્થાન માંથી નશો કરી આવતા લોકો ઉપર પણ ચાપતી નજર રાખી કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે.ત્યારે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી ને લઇ અરવલ્લી જીલ્લા પોલીસ સતર્ક બની છે.