૩૧ ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ભરશે ઉડાન

  • ૧૮ સીટરના ૨ સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે

    આગામી ૩૧ ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલી દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૦ ઓક્ટોબર સુધીમાં સી-પ્લેન આવે તેવી શક્યતા છે. નોંધપાત્ર છે કે જેને લઇને રિવરફ્રન્ટ પર અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.
    જેમાં ૧૮ સીટરના ૨ સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં ૧૪ મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા છે. નોંધપાત્ર છે કે સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનાર આ લાઈટમાં ૨ વિદેશી પાઈલટ અને ૨ ક્રૂ મેમ્બર હશેપ જે ૬ મહિના સુધી રોકાણ કરશે અને ભારતીય પાઈલટ તેમજ ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. ૩૧ ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ઉડાન ભરશેપ સી-પ્લેન મારફતે સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું ૨૨૦ કિમીનું અંતર માત્ર ૪૫ મિનિટમાં કપાશે.