૩૧ ડિસેમ્બરે પાર્ટીનું આયોજન કરનાર ચેતે: પોલીસ રાખશે ખાનગી કપડાં પહેરી વોચ

  • પોલીસ શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઇવ કરશે

 

કોરોનાનાં કારણે સમગ્ર રાજ્યમાં અનેક લોકો ભોગ બન્યા છે. તેવામાં કોરોનાનાં બીજા તબક્કામાં ગ્રાફ ઉપર જતા સમગ્ર રાજ્યમાં કરયૂ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતીઓ મોજ શોખ માટે જાણીતા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો તો તેને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. તેની સાથે શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. અને પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.

અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે માર્ગો પર લોકો ભેગા થતા હતા. મોડી રાત સુધી શહેરના એસજી હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં ૩૧મી ડિસેમ્બરની ઊજવણી થતી હતી. તે આ વખતે નહિ થાય. આ અંગે શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છેકે, હાલ કોરોનાનાં કારણે શહેરમાં કરયૂ છે અને આ વખતે કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળી છે.

બીજી તરફ આ વખતે અમે પોલીસને ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખત ૩ કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચશે કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની આ વખતે ખેર નથી.

શહેરમાં ૩૧મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસના કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપવામાં આવી નથી. તેની સાથે ૩૧મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ રાખવામાં આવી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવશે.