૩૧ માર્ચ બાદૃ સેલ થયેલા BS -૪ વાહનોનું નહી થાય રજિસ્ટ્રેશન: સુપ્રિમ કોર્ટ

ન્યુ દિૃલ્હી,
દૃેશભરમાં ૩૧ માર્ચથી બીએસ-૪ વાહનોનાં વેચાણ પર પ્રતિબંધનાં કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે બીએસ-૪ વાહનો અંગે મોટો ચુકાડો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે.
કોર્ટે કહૃાું કે, નવા ચુકાદા હેઠળ, ૩૧ માર્ચ પછી વેચાણ થયેલા બીએસ-૪ વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે બીએસ-૪ વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને લોકડાઉન સમયગાળા બાદ ૧૦ દિવસનો સમય દૃેવાનાં પહેલા આદૃેશને પરત લઇ લીધો છે અને આદેશ આપ્યો કે, ૧૦ દિૃવસ દૃરમિયાન વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
સુપ્રીમ કોર્ટે ૨૭ માર્ચે વધુ ૧૦ દિવસની મંજૂરી આપી હતી કારણ કે એસોસિએશન ઓફ ડીલર્સે વિનંતી કરી હતી કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન વાહનોનું વેચાણ કરી શકશે નહીં, કારણ કે બીએસ-૪ ધોરણો ૧ એપ્રિલથી લાગુ થશે અને છ દિવસનું નુકસાન તશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ કેસમાં કોર્ટનાં આદૃેશની સાથે “છેતરિંપડી” કરવા બદૃલ એસોસિએશનને ઠપકો આપ્યો છે.