૩૨ દિવસ પછી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ દીકરા ચરણે સોમવારે જણાવ્યું કે તેના પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ હજુ તેઓ વેન્ટિલેટર પર જ છે. ચરણે વીડિયોમાં જણાવ્યું કે એસપી બાલાસુબ્રમણ્યમના ફેફસામાં સુધારો થઇ રહૃાો છે અને ડોક્ટરને આશા છે કે તેમને ટૂંક સમયમાં વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવશે.
એસપી બાલાસુબ્રમણ્યમનો ગયા મહિને ૫ ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તે ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહૃાા છે. ૧૩ ઓગસ્ટ પછી તેમની તબિયત વધુ બગડી અને ત્યારબાદૃ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ચરણે જણાવ્યું કે એસપી બાલાસુબ્રમણ્યમ તેના આઇપેડ પર ટેનિસ અને ક્રિકેટ જોઈ રહૃાા છે અને આવી રીતે ખુદને સતત વ્યસ્ત રાખી રહૃાા છે. હોસ્પિટલમાં જ તેમણે અને તેની પત્ની સાવિત્રીએ વેિંડગ એનિવર્સરી મનાવી હતી. તેઓ ડોક્ટર્સ અને નર્સને તેમના વિચાર રજૂ કરી રહૃાા છે અને તે માટે તેઓ પેજ પર લખીને તેમની વાત જણાવે છે.