- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવું મોડેલ જાહેર કર્યું
વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલા સુરત એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવી દેવાઈ છે. સુરત એરપોર્ટ પર રૂપિયા ૩૫૫ કરોડના ખર્ચે પાર પાડવામાં આવનારા વિસ્તરણ પ્રોજેક્ટ હેઠળ વિમાન પાર્કિંગ એપ્રનની સંખ્યા પાંચથી વધારીને ૨૩ કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન રન-વેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવશે. સુરત એરપોર્ટ સાથે સંકળાયેલાઓ મુજબ, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઈટ ઉડાન ભરી રહી છે. સુરત એરપોર્ટથી સતત મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાઈ રહૃાો છે. આ તબક્કે સુરત એરપોર્ટની વિસ્તરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્તમાન ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણની કામગીરી ચાલી જ રહી છે. તે સાથે અન્ય કામગીરી પણ પ્રોજેક્ટમાં સાંકળી લેવાઈ છે. રૂપિયા ૩૫૫ કરોડના ખર્ચે સુરત એરપોર્ટ પર વિસ્તરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંગે બુધવારના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને સુરત એરપોર્ટના નવા અવતારના ફોટા તથા તથા તે અંગેની વિગતો રજૂ કરી હતી. જે મુજબ સુરત એરપોર્ટ પર વિમાન પાર્કિંગ માટેના પાર્કિંગ એપ્રેનની સંખ્યા ૫થી વધારીને ૨૩ કરવામાં આવશે. સાથે સાથે જ રન-વેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવશે. ૨૪૫૨૦ ચો.મીટરના એરિયામાં એક્સાપાન્સન બાદ ૧૨૦૦ ડોમેસ્ટિક અને ૬૦૦ ઈન્ટરનેશનલ મુસાફરોની આવનજાવનની ક્ષમતા નિર્માણ થશે. ૨૦ ચેક ઈન કાઉન્ટર્સ, ૫ એરોબ્રિજ, ૫ કન્વેયર બેલ્ટ તથા ૪૭૫ વાહનો પાર્ક થઈ શકે તેવી ક્ષમતા સાથેનું પાર્કિંગ તૈયાર કરવામાં આવશે.
પાર્કિંગ એપ્રનની સંખ્યા વધતા તથા પેરેલલ ટેક્સી ટ્રેક બનતા સુરત એરપોર્ટથી ઉડાન ભરનારી લાઈટ સંખ્યામાં અનેકગણો વધારો થઈ શકશે. ખાસ કરીને હાલમાં રન-વે જ હોય વિમાનના ઉતરાણ બાદૃ તેના પાર્કિંગ સહિતની કામગીરીમાં સમય જાય છે. જ્યારે ટેક્સી ટ્રેક બનતા ઉતરાણ થતા વિમાનને સીઝું ટેક્સી ટ્રેક પર લઈ જવાતા અન્ય વિમાનના લેન્ડિંગ માટે રન-વે કિલ્યર થઈ શખશે. જેને લઈ લાઈટ સંખ્યા વધશે. વધુમાં પાર્કિંગ બેની સંખ્યા વધવાથી રાત્રિ દરમિયાન સુરતમાં વિમાન પાર્કિંગની સુવિધા વધશે. જેથી ઘણી એરલાઈન્સ દ્વારા સુરતને સેન્ટર બનાવી લાઈટ શિડ્યુલ ગોઠવી શકાશે.