૪૮૦ બેડના સુવિધાયુક્ત વોર્ડ ઊભા કર્યા, પાટીદાર સમાજ ૧૦૦ બેડ આપશ

સુરત,તા.૧૩
કોરોના મહામારીમાં હોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્ર્વમાં સ્વીકાર્ય બન્યો છે. આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા કોવિડ દર્દૃીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તેમના ઘરમાં જ થઈ શકે છે. દરેક દર્દૃીઓને નિ:શુલ્ક બેડ, દૃવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે. આ બાબતને વિશાળ હિતમાં અનુસરતાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ તેમજ નાણા વિભાગના સચિવ મિિંલદ તોરવણેના માર્ગદૃર્શન હેઠળ એસએમસી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના પ્રત્યક્ષ માર્ગદર્શન દ્વારા દૃેશભરમાં નવતર પહેલરૂપે કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતમાં પહેલી વાર સામૂહિક આઈસોલેશનનો કોન્સેપ્ટ સુરતમાં શરૂ કરાયો છે.
સુરતના પાટીદૃાર સમાજ, વાટલીયા પ્રજાપતિ સમાજ, આહિર સમાજ, વ્હોરા સમાજ તેમજ રાણા સમાજ દ્વારા પોતાના સમાજબંધુઓ માટે કુલ ૪૮૦ બેડની સુવિધાયુક્ત ખાસ કોમ્યુનિટી આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. આ આઈસોલેશન સુવિધામાં દરેક દર્દૃીઓને નિ:શુલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે. તમામ સેન્ટરોને સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર સાથેલિંકકુપ કરવામાં આવ્યાં છે. અહીં દાખલ દર્દૃીને ઈમરજન્સી મેડિકલ સેવા પણ મળી શકશે. આ પાંચ સમાજ દ્વારા પોત-પોતાના સમાજના હળવી અસર ધરાવતાં દૃર્દૃીઓને સારસંભાળ રાખવામાં આવી રહી છે. ઘર જેવું વાતાવરણ આપતાં આ પ્રકારના સામૂહિક આઇસોલેશન સેન્ટર સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલ પરનું ભારણ ઘટાડવામાં સહાયરૂપ બની રહૃાા છે.
કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારી રિટાયર્ડ આઈ.એસ.એસ. આર.જે. માંકડિયાએ જણાવ્યું કે, વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો કરીને દૃેશભરમાં સૌપ્રથમવાર જ્ઞાતિ સમૂહોની સમાજ વાડીમાં‘કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરનો કોન્સેપ્ટ અમલમાં લવાયો છે. સુરતના પાટીદૃાર સમાજ દ્વારા ૧૧૦, વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ૭૦, આહિર સમાજ દ્વારા ૧૦૦, વ્હોરા સમાજ દ્વારા ૫૦ તેમજ રાણા સમાજ દ્વારા ૫૦ બેડ મળી કુલ ૪૮૦ બેડની સુવિધા ધરાવતાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરી દૃેવામાં આવ્યાં છે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પણ ૧૦૦ બેડનું આઈસોલેશન સેન્ટર બનાવાયું છે.