૫૦૦થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયા: ટ્વીટર

  • સરકારની ચેતવણી બાદ ટ્વીટરના હોશ ઠેકાણે, ખાલિસ્તાની એકાઉન્ટ બ્લોકભારત સરકાર અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર ઈન્ડિયા ઘણા મુદ્દે એકબીજાની સામ સામે આવી ગયા છે. ભારત સરકારે વિવાદીત ટૃવિટર એકાઉન્ટ્સ અને હેશટેગ હટાવવાને લઈને ટ્વિટર પાસે જવાબ માંગ્યો હતો જેનો આજે ટ્વિટરે જવાબ આપ્યો હતો.
    ટ્વિટરે ભારત સરકારને આપેલા જવાબમાં કહૃાું હતું કે, તેમના તરફથી વાંધાજનક હેશટેગસને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેટને પણ દૂર કરી નાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદૃોલન માં ટ્વિટર દેશવિરોધી પ્રવૃત્તિઓનો જાણે અડ્ડો બની ગયું હતું.
    ટ્વિટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, તેને ભારત સરકારે કેટલાંક એકાઉન્ટ્સ ડિલીટ કરવા કહૃાું હતું, જેને હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે, તેનું કંટેન્ટ ભારતીય કાયદૃા અનુસાર જ છે, તો તેને ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યાં. પોતાના જવાબમાં ટ્વિટરએ કહૃાું હતું કે, અમારા તરફથી આશરે ૫૦૦થી વધુ એકાઉન્ટ્સ પર એક્શન લેવામાં આવ્યા છે. આ બાબતની જાણકારી સરકારને પણ આપવામાં આવી. ટ્વિટરએ એમ પણ કહૃાું હતું કે, અમે અગાઉ પણ સરકાર સાથે અમારી વાતચીત ચાલુ રાખીશું.
    ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ભડકેલી હિંસાને લઈને પણ ટ્વીટરે પોતાનું નિવેદન જારી કર્યું હતું. પોતાના નિવેદનમાં ટ્વિટરે કહૃાું હતું કે, ૨૬ જાન્યુઆરી બાદથી જ ટ્વિટર તરફથી ઘણી એવી સામગ્રી હટાવવામાં આવી છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે અને વાતાવરણ બગાડવાનું કામ કરે છે. આ દરમિયાન પણ ૫૦૦ ટ્વિટર એકાઉન્ટ્સને સસ્પેંડ કરવામાં આવ્યા. કેટલાંક હેશટેગ પર રોક લગાવી દેવામાં આવી હતી.