૫૪ વર્ષીય માઈક ટાઈસન ૨૦ વર્ષ બાદ ફરીથી રિંગમાં ઉતરશે

માઈક ટાઈસનનું નામ દુનિયાભરનાં તમામ લોકોમાં જાણીતું છે. પોતાના જમાનામાં જબરદસ્ત બોક્સિગં વડે તેણે દુનિયાના કરોડો લોકોનાં દિલ જીત્યા છે. અને આજે પણ દુનિયાભરના લોકો બોક્સર તરીકે તેને આગવું માન આપે છે. તેવામાં હવે તમારા માટે એક સારા સમાચાર એ છે કે, પોતાના જમાનાનો દિગ્ગજ બોક્સર માઈક ટાઈસન ફરી એકવાર રિંગમાં ફાઈટ કરતો જોવા મળશે. આ વખતે તેનો મુકાબલો રોય જોન્સ સાથે હશે. કેલિફોર્નિયાના એથ્લેટિક આયોગે આગામી મહિને થનાર આ મેચની મંજૂરી પણ આપી દીધી છે. આ એક પ્રદર્શની મેચ હશે. અને બંને પૂર્વ ચેમ્પિયન કહી રહૃાા છે કે, આ ફાઈટને હળવાશથી લેતા કેમ કે તેઓ આ ફાઈટને ગંભીરતથી લઈ રહૃાા છે.
માઈક ટાઈસને ફાઈટને લઈને કહૃાું કે, શું આ અસલી મુકાબલો નથી? આ માઈક ટાઈસન જ રોય જોન્સનો મુકાબલો છે. હું મુકાબલા માટે આવી રહૃાો છું અને તે પણ મુકાબલા માટે આવી રહૃાો છે. અને તમારે બસ આટલું જ જાણવાની જરૂર છે.૫૪ વર્ષીય માઈક ટાઈસન અને ૫૧ વર્ષીય રોય જોન્સ વચ્ચેનો આ મુકાબલો લોસ એન્જલસના સ્ટેપલ્સ સેન્ટરમાં ૨૮ નવેમ્બરે યોજાશે. આ આઠ રાઉન્ડની મેચ હશે. અને પ્રત્યેક રાઉન્ડ બે મિનિટનો હશે.
ઉલ્લેખનીય છે કે, માઈક ટાઈસને પોતાની અંતિમ ઓફિશિયલ મેચ જૂન ૨૦૦૫માં રમી હતીઅને આ પૂર્વ હેવી વેઈટ ચેમ્પિયને ૧૯૯૬ પછી એક પણ ખિતાબ જીત્યો નથી. તો તેની સામે ૫૧ વર્ષીય જોન્સે પોતાનો અંતિમ મુકાબલો ફેબ્રુઆરી ૨૦૧૮માં લડ્યો હતો. આ મેચ મામલે જોન્સે કહૃાું કે, ટાયસનની સામે રિંગની અંદરનો મુકાબલો ફક્ત પ્રદર્શની સુધી સીમિત નથી રહી શકતો. જો કે, કેલિફોર્નિયા આયોગના અધિકારીઓએ સાફ કર્યું છે કે, આ બંને બોક્સર્સને એકબીજાને ઈજા પહોંચાડવાની કોશિશ ન કરવી જોઈએ. જોન્સે કહૃાું કે, શું કોઈ મહાન માઈક ટાઈસન સામે રિંગ પર ઉતરીને વિચારી શકે છે કે આ ફક્ત પ્રદર્શની મેચ હશે.