એસટી નિગમ દ્વારા અનલોક-૪ જાહેર થયા બાદ રાજ્યના ૫ મહિનાથી એસટી વોલ્વોના બંધ પડેલા અનેક રૂટ પુન: શરૂ કર્યા છે. રાજકોટથી ડિલક્સ એક્સપ્રેસ, સ્લિપર કોચ શરૂ કર્યા બાદ આજથી રાજકોટથી ભાવનગર, મહુવા, દીવ, અમદાવાદ અને ભુજ રૂટ પર વોલ્વો સેવા પણ શરૂ કરી દૃેવામાં આવી છે. ૬૦ ટકા પેસેન્જર સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે. વોલ્વોનું ઓનલાઈન બુિંકગ કરવા પર યાત્રિકોને એસ.ટી નિગમ ૧૦ ટકા વળતર પણ આપી રહૃાું છે.
રાજકોટ બસ સ્ટેન્ડમાં પેસેન્જનું સ્ક્રીિંનગ, સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તો ૬૦ ટકા પેસેન્જર સાથે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી સમમાં વધુ રૂટ શરૂ કરવામાં આવશે. રાજકોટ એસટી બસના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે તમામ ગાઈડલાઈનનું પાલન કરીને વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.