૬૩ વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર સખ્ત વર્કઆઉટ કરે છે

દિગ્ગજ અભિનેતા અનિલ કપુર ૬૩ વર્ષની ઉંમરમાં પણ નવા નવા એક્ટર્સ કરતા પણ વધારે ફીટ નજરે આવે છે. કહેવું ખોટું નહી હોય કે હવે તે ફિટનેશ આઈકન બની ચુક્યાં છે. દરેક લોકો તેના જેવી બોડી બનાવવા માગે છે અને ઉંમરમાં જુવાન નજર આવવાની ઈચ્છા રાખે છે. તાજેતરમાં જ અનિલ કપુરે પોતાના કેટલાક વર્કઆઉટ વીડિયો સોશયલ મીડિયા ઉપર તહેલકો મચાવી રહૃાા છે.
એવરગ્રીન અભિનેતા અનિલ કપુરે પોતાના ટ્વિટર ઉપર લેગ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘણી મહેનત કરતો નજરે આવી રહૃાો છે. અનિલ કપુરે પોતાના ટ્વિટર ઉપર પોતાના રૂટીન વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે નેવર સ્કીપ લેગ ડે. આવું પહેલી વખત નથી કે જ્યારે અનિલે પોતાની વોડી લોન્ટ કરતા જોવા મળ્યાં હોય. એક્ટરે આ પહેલા પણ ઘણી વખત પોતાના વર્કઆઉટના ફોટો શેર કરી ચુક્યાં છે. એક્ટર અનિલ કપુરે લોકડાઉનમાં પણ ફિટનેશ ઉપર પુરૂ ધ્યાન રાખ્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો અનિલ કપુર અનીસ બજ્મીની ફિલ્મ ભુલભુલૈયા ૨મં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુની સાથે નજરે આવશે.