૬ દિનથી લાપતા અભિનેત્રીનો મૃતદૃેહ સરોવરમાંથી મળ્યો

  • અભિનેત્રી નાયા રિવેરાનો મૃતદૃેહ મળી આવ્યો
  • અભિનેત્રીના શરીર પર એવા કોઈ નિશાન નથી મળ્યા જે સંકેત આપતાં હોય કે નાયાની હત્યા કરવામાં આવી હોય

    હોલિવુડ સિનેમાની જાણીતી અભિનેત્રી નાયા રિવેરા લાપતા હોવાના ૬ દિવસ બાદ પીરૂ સરોવરમાંથી તેનો મૃતદૃેહ મળ્યો છે. પોલીસે મૃતદૃેહની ઓળખ અભિનેત્રી નાયા રિવેરા તરીકે કરી છે. પોલીસ પ્રમાણે, અભિનેત્રીના શરીર પર એવા કોઈપણ નિશાન નથી મળ્યા જે સંકેત આપતાં હોય કે અભિનેત્રીની પહેલા હત્યા કરવામાં આવી હોય. હકીકતે, પોલીસ ૬ દિવસથી લાપતા અભિનેત્રીને શોધી રહી હતી અને હવે તેનો મૃતદૃેહ સરોવરમાંથી મળી આવ્યો છે. પોલીસે સોનર ઉપકરણો દ્વારા અભિનેત્રીને શોધી રહી હતી. જણાવવાનું કે, અમુક દિવસ પહેલા જ પીરૂ સરોવરમાં અભિનેત્રીનો દીકરો બોટ પર સૂતોલો મળ્યો હતો, જે બોટ તેની માતાએ ભાડે લીધી હતી. તે પોતાના દીકરાને લઇને ગઈ હતી, જેના પછી ફક્ત દીકરો જ બોટ પર મળ્યો. ૬ દિવસથી પોલીસ અને અભિનેત્રીના પરિવારજનો તેની શોધ કરી રહૃાા હતા. આ પહેલા અભિનેત્રીના દીકરાએ પોલીસને જણાવ્યું કે તેની માતા તેને બોટ પર મૂકીને સ્વિમિંગ કરવા ચાલી ગઈ હતી. પોલીસ પ્રમાણે, એવું લાગે છે કે નાયાએ પોતાના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. હકીકતે તેના દીકરા પાસે લાઈફ જેકેટ હતી અને બોટ પર વધુ એક લાઈફ જેકેટ મળી આવી જો કે, નાયાના મૃતદૃેહ પર કોઈ લાઇફ જેકેટ ન હોતી. સાથે જ પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું કે, ૮ જુલાઈના અભિનેત્રી સાથે શું થયું હશે, જે દિવસે આ ઘટના બની. ૮ જુલાઈના અભિનેત્રી ગાયબ થઈ હતી અને ગુરુવારે તેને મૃત જાહેર કરવામાં આી. તો દીકરો જોસી બોટ પર સ્વસ્થ મળ્યો હતો, તેના પછી લાગે છે કે અભિનેત્રીએ આત્મહત્યા પણ કરી હોઈ શકે. જણાવવાનું કે, ૩૩ વર્ષીય નાયાને હિટ ટીવી શૉ Glee માં લેસ્બિયન ચીયરલીડર તરીકે ઓળખવામાં આવી હતી. આ શૉ ૨૦૦૯ અને ૨૦૧૫ દરમિયાન ૬ વર્ષ સુધી ખૂબ જ ચાલ્યો હતો. જેવા તેના નિધનના સમાચારની પુષ્ઠિ થઈ હોલિવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેના નિધન પર શોક વ્યક્ત કર્યો અને સતત તેની માટે પોસ્ટ કરી રહૃાા છે.