૬ નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે દોડશે વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જામનગરથી તિરુનેલવેલી વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ૬ નવેમ્બર ૨૦૨૦થી આગળની સૂચના સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા દોડનારી આ ટ્રેન નંબર ૦૯૫૭૮/૦૯૫૭૭ જામનગર- તિરુનેલવેલી સ્પેશિયલ ટ્રેન દ્વિ-સાપ્તાહિક રહેશે.
ટ્રેન નં. ૦૯૫૭૮ જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન ૬ નવેમ્બર ૨૦૨૦થી દર શુક્રવારે અને શનિવારે રાત્રે ૨૧.૦૦ કલાકે જામનગરથી ઉપડશે, તે જ દિવસે રાત્રે ૨૨.૩૧ વાગ્યે રાજકોટ આવશે અને તિરુનેલવેલી ત્રીજા દિવસે રાત્રે ૨૨.૧૦ વાગ્યે પહોંચશે. આવી જ રીતે પરત મુસાફરી દરમિયાન ટ્રેન નં. ૦૯૫૭૭ તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન ૯ નવેમ્બર ૨૦૨૦થી પ્રત્યેક સોમવાર તથા મંગળવારે, તિરુનેલવેલીથી સવારે ૦૭.૩૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૩.૩૬ વાગ્યે રાજકોટ અને સવારે ૦૫.૧૫ વાગ્યે જામનગર પહોંચશે.
બંને દિશામાં પ્રવાસ દરમિયાન આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઇસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરિ, મડગાંવ, કારવાર, ઉડુપી, મેંગ્લોર, કસારગોડ, કાુર, કોઝિકોડ, શોરનુર, થ્રિસુર,, અલુવા, અર્નાકુલમ, અલેપ્લી, કયાનકુલમ તિરુવનંતપુરમ, પારશાલા, નાગરકોવિલ ટાઉન અને વલ્લીય સ્ટેશનો પર રોકાશે. વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીિંટગ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.આ ટ્રેન સંખ્યા ૦૯૫૭૮ નું આરક્ષણ નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦થી શરૂ થશે.