૬ મનપા, ૫૫ ન.પા. અને ૩૧ જિ.પં.ની ચૂંટણી ૨૨થી ૩૦ નવેમ્બર વચ્ચે યોજાઈ શકે

કોરોના વચ્ચે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી
કોવિડ પ્રોટોકોલ મુજબના આયોજનને કારણે ચૂંટણી ખર્ચ વધશે,બૂથ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા રખાશે
ગાંધીનગર,
રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાલિકા- પંચાયતોની ચૂંટણી પણ તેના નિયત સમયે નવેમ્બરમાં યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ કરાઈ છે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની અને ૫૫ નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શક્યતા છે. આ ચૂંટણી ૨૨થી ૩૦ નવેમ્બરની વચ્ચે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ ૨૦ થી ૩૦ ઓક્ટોબરની વચ્ચે જાહેરાત કરે એવી પુરી શક્યતા છે. તેની સાથે સાથે રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતની અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં જ યોજવામાં આવે એવી સંભાવના છે. આ તૈયારીઓના ભાગરૂપે થોડા દિવસ પહેલા વોર્ડ સિમાંકન અને બેઠક ફાળવણીની પ્રાથમિક પ્રક્રિયા પણ પૂર્ણ કરી દૃેવામાં આવી છે.
થોડા દિવસ પહેલા ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ જણાવ્યું હતું કે ૬ મનપા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પૈકી ૫ મનપા, ૭ નપા, ૧૬ જિલ્લા પંચાયત અને ૨૯ તાલુકા પંચાયતનું નવું સિમાંકન કરાયું છે. આ ચૂંટણીમાં કોવિડ પ્રોટોકોલ મુજબની ગાઇડલાઇનનું પાલન કરાશે.
બૂથ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા રખાશે. જરૂર જણાયે બે કલાકનો સમય વધારવા અંગે વિચારણા કરાશે. કલેક્ટરો દ્વારા મતદાન મથકોમાં ફેરફાર અંગેની દરખાસ્તો પણ મળી છે. ચૂંટણી પ્રક્રિયામાં અંદૃાજે ૧.૬૦ લાખ કર્મચારીઓ રોકાશે. કોવિડ પ્રોટોકોલ મુજબ આયોજનને કારણે ચૂંટણી ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. એક બુથ દિઠ ૨૫ હજારનો ખર્ચ નિયત કરાયો હતો, પરંતુ હવે ૪૦ હજાર સુધીનો ખર્ચ થઇ શકે છે. ચૂંટણીમાં અંદૃાજે ૬૦ હજાર જેટલા મતદાન મથકો રહેશે. જોશીએ કહૃાું કે, હાલમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા થકી થતાં પ્રચાર ઉપર નજર રાખવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.