૬ મહિના બાદ પણ સુશાંતની મોતનું રાજ ન ખોલી શકી CBI, હવે શેખર સુમને કરી આવી માંગ

  • સુશાંત વિષે ટ્વીટ કરી શેખરે કહૃાું-મોતને ૬ મહિના થયા, ગુનેગાર કોણ છે?

    દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતને આજે ૬ મહિના પુરા થઇ ગયા છે. સુશાંતના મોત કેસમાં હજી પણ કોઇ ઉકેલ આવ્યો નથી. સુશાંતના પરિવાર અને ફેન્સ ન્યાયની રાહ જોઇ રહૃાા છે. સીબીઆઇ આ મામલે તપાસ કરી રહી છે. જેનો કોઇ ફાયદો થઇ રહૃાો નથી. સુશાંતની મોતના ૬ મહિના પૂરા થવા પર અભિનેતા શેખરે ડિજિટલ વિરોધ નોંધાવવાની માંગ કરી છે. શેખર સુમને ટ્વિટ કરી લખ્યું- ૧૪ ડિસેમ્મબરે સુશાંતની મોતને ૬ મહિના થઇ ગયા. હજી પણ આપણે અંતિમ નિર્યણની રાહ જોઇ રહૃાા છીએ કે ગુનેગાર કોણ છે? અને આપણે દરેક લોકો ન્યાય માટે કેમ રહી રહૃાા છીએ. શું કોઇ આશા બચી છે? આપણે દરેક લોકોએ મળીને અવાજ ઉઠાવવો જોઇએ.
    શેખર સુમને અન્ય એક ટ્વિટમાં લખ્યું  દરેક સમાચાર ચેનલો, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા યૂઝર્સને અપીલ કરું છું કે તે સુશાંતની મોત મામલાની ફરીથી સુનાવણી કરે અને ન્યાયની માંગ કરે કારણકે મોડેથી મળેલો ન્યાય, ન્યાય નથી હોતો, ૬ મહિના વીતી ગયા બાદ આ કેસને બંધ કરવાની જરૂરત છે.
    જણાવી દઇએ કે અભિનેતા શેખર સુમન સુશાંતની મોતથી ન્યાય અપાવવા કોશિશ કરી રહૃાા છે. તેમણે આ વર્ષે ૭ ડિસેમ્બરે તેનો બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો નથી શેખરે ટ્વિટ કરી કહૃાું કે તે સુશાંતની મોતને લઇને સેલિબ્રેશન કરશે નહીં. સુશાંત ૧૪ જૂને તેના બ્રાંદ્રા વાળા લેટમાં મૃત હાલતમાં મળ્યો હતો.