૬ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના કોઈ બેટ્સમેને ઘરઆંગણે ભારત વિરુદ્ધ સદી મારી

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને ભારતીય ટીમ વિરુદ્ધ ટેસ્ટમાં પોતાના જ ઘરઆંગણે સદી મારી હોય તેવું ૬ વર્ષ પછી બન્યું છે. છેલ્લે કાંગારું વતી ૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સ્ટીવ સ્મિથે જ સિડની ખાતે ૧૧૭ રન કર્યા હતા. તે પછી છેલ્લા ૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયાના કોઈપણ ખેલાડીએ ભારત વિરુદ્ધ પોતાના જ ઘરઆંગણે સદી મારી નહોતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અત્યારે ચાલતી મેચ સહિત ઓસ્ટ્રેલિયામાં ૭ ટેસ્ટ રમાઈ છે.

સ્મિથે ૭૬મી ટેસ્ટમાં ૨૭મી સદી મારી
સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની ૨૭મી સદી મારી છે. સૌથી વધુ સદીના મામલે તેણે વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ (૨૬ સદી)ને પાછળ છોડી દીધા છે. તે સાથે જ સ્મિથે વિરાટ કોહલી, એલેન બોર્ડર અને સાઉથ આફ્રિકાના પૂર્વ કપ્તાન ગ્રેમ સ્મિથની બરાબરી કરી લીધી છે. કોહલીએ ૮૭, સ્મિથે ૧૧૭ અને બોર્ડરે ૧૫૬મી ટેસ્ટમાં ૨૭મી સદી મારી હતી. જ્યારે સ્મિથે ૭૬મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.