૭ મહિનાથી પગાર ન મળતા અભિનેત્રી વંદના વિઠ્ઠલાણી રાખડી વેચાવા મજબૂર

કોરોના વાયરસ બાદ લાગુ થયેલા લૉકડાઉનને મનોરંજન ઉદ્યોગને મોટી અસર પડી છે, મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક કલાકાર આર્થિક તંગીમાં સપડાઇ ગયા છે. ખાસ કરીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સ્ટાર. ટીવી સીરિયલ હમારી બહુ સિલ્કની અભિનેત્રી વંદના વિઠ્ઠલાણીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. તેને ગુજરાત ચલાવવા રાખડી વેચવાનુ શરૂ કર્યુ છે. હમારી બહુ સિલ્કના એક્ટર જાન ખાને બાકી ફીના મળવા મુદ્દે ગુસ્સો ઠાલવ્યો હતો. તેને નિર્માતાઓ આડેહાથે લીધા હતા. પરંતુ હવે હમારી બહુ સિલ્કની એક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણી પણ આર્થિક તંગીમાં સપડાઇ છે, અને તે હાલ વૈકલ્પિક રોજગાર કરવા મજબૂર બની છે. હાલ તે રાખડીઓ વેચી રહી છે.
વંદના વિઠ્ઠલાણીએ જણાવ્યુ કે, મે મે મહિનાથી ઓક્ટોબર ૨૦૧૯ સુધી શૂિંટગ કર્યુ હતુ, પરંતુ માત્ર મને મે ના જ પૈસા આપવામાં આવ્યા છે. મારા પૈસા લાખોમાં છે. કેટલાક મહિનાઓ થઇ ગયા, સાત મહિના ઉપર થઇ ગયુ પણ મને પૈસા નથી મળ્યા. મારી બધી બચત પુરી થઇ ગઇ છે. મને નવેમ્બર ૨૦૧૯માં મુસ્કાનમાં રૉલ મળ્યો હતો. પરંતુ તે પણ બે મહિના બાદ બંધ થઇ. મને આ શૉ માટે પૈસા મળ્યા હતા, પણ કેટલા દિવસ સુધી ચાલતા. મે હવે રાખડીઓ બનાવવાનુ શરૂ કરી દીધુ છે, અને તેને ઓનલાઇન વેચી રહી છું. આનાથી હુ ખુદને વ્યસ્ત રાખી શકુ છુ અને થોડાક પૈસા પણ કમાવુ છું.
વંદના વિઠ્ઠલાણીએ આગળ કહૃાું- હું હાલના સમય કઇ વધારે નથી કમાઇ રહી, પણ જે મળે તેનાથી કામ ચલાવુ છુ, મારા પતિ વિપુલ થિએટર આર્ટિસ્ટ છે, અને તે પણ મહામારીના કારણે બેકાર છે. મે જાન્યુઆરીમાં કેટલાક શૉ માટે ઓડિશન આપી હતી પણ તે પણ હાલ બંધ પડ્યા છે. અમારી આર્થિક હાલત ખરાબ છે, અમારે અમારા બાળકોની સ્કૂલ અને કૉલેજની ફી પણ આપવાની હોય છે. હું કંઇક પ્રૉડક્ટની રાહ જોઇ રહી છું. કોરોના મહામારીના લૉકડાઉનથી દૃેશમાં મોટાભાગના ધંધા -ઉદ્યોગ બંધ પડ્યા છે, અને લાખો લોકો બેકાર બન્યા છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ મોટા ભાગના કલાકારો અન્ય ઓપ્શન સાથે રોજગારી મેળવવા મજબૂર બન્યા છે.