૭ મહિના બંધ રહૃાા બાદ ગીર અભ્યારણ ફરી ૧૬ ઓક્ટોમ્બરથી થશે શરૂ

કોરોનાને કારણે સાત મહિના સુધી ગીર અભ્યારણ બંધ રહૃાા બાદ ૧૬ ઓક્ટોમ્બરથી શરૂ થવા જઇ રહૃાું છે. સરકારની નવી ગાઇડલાઇન સાથે અભયારણ્ય ખુલ્લુ મુકવામાં આવશે. વનવિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દૃેવામાં આવી છે. અભ્યારણ્યમાં જતી જીપ્સીમાં અગાઉ છ વ્યક્તિઓની પરમિટ અપાતી હતી. તેને બદલે હવે નવી ગાઇડલાઇન મુજબ ત્રણ વ્યક્તિને અને દસ વર્ષથી વધુ વય ધરાવતા એક બાળકને લઈ જઈ શકાશે.
આવનાર દરેક પ્રવાસીને માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે. તેમજ સેનિટાઇઝર પણ ફરજિયાત રહેશે. ઉપરાંત દરેક પ્રવાસીનું થર્મલ ગનથી તપાસ કરવામાં આવશે. અભ્યારણની એન્ટ્રી ગેટ પાસે ટાયર બાથ બનાવવામાં આવ્યું છે જેમાંથી પસાર થઈને દરેક જીપ્સી સેનીટાઈઝ થઈ જંગલમાં પ્રવેશ કરશે. જેથી જંગલમાં પણ કોરોના ફેલાવાની શક્યતા નહીંવત રહેશે. કોરોનાને કારણે સાત મહિના સુધી ગીર અભ્યારણ બંધ રહૃાા બાદ આવતીકાલથી ફરીથી નવી ગાઇડલાઇન સાથે અભયારણ્ય ખુલ્લું થવા સજ્જ બનાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ માસથી લોકડાઉન થયું તે પૂર્વે સાસણ ગીર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું હતું અને ૧૫ જૂનથી સહિતના વન્ય પ્રાણીઓનાં સંવનનકાળ અને ચોમાસુ હોવાને કારણે પણ અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક થયા બાદ આવતીકાલથી ફરીથી રાષ્ટ્રીય અભયારણ્ય કોરોનાની નવી ગાઇડલાઇન સાથે ખુલ્લુ મુકવામાં આવશે, જેમાં વનવિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દૃેવામાં આવી છે.