૮-૧૦ વર્ષ સુધી પેટ્રોલ-ડિઝલને જીએસટી દાયરામાં લાવી શકાય તેમ નથી: સુશીલ મોદી

શું પેટ્રોલ-ડીઝલથી સામાન્ય માણસને રાહત મળશે. આ મોટો સવાલ આજની તારીખમાં દેશનો સૌથી મોટો સવાલ છે. હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે છે. જેના પછી વારંવાર રોડથી લઇ સંસદ સુધી માંગ ઉઠી રહી છે કે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવામાં આવે. આ મુદ્દે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું પણ નિવેદન આવ્યું, જેથી લોકોની આશા વધી પરંતુ થોડીવારમાં સુશીલ મોદીના નિવેદનથી તમામ આશાઓ ખતમ થતી નજર આવી રહી છે.
બીજેપીના રાજ્ય સભા સાંસદ સુશીલ મોદીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું. સુશીલ મોદીએ કહૃાું કે, આગામી ૮-૧૦ વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવી શકાય તેમ નથી કારણ કે જીએસટી પર વિપક્ષ ગણા નિવેદનો આપે છે પરંતુ જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં કોઇ પણ સ્લેબને લઇ કોઇ સવાલ ઉઠાવતુ નથી, સુશીલ મોદીનો આરોપ છે કે, કોઇ પણ પ્રદેશના મુખ્યમંત્રી અને નાણા મંત્રીએ ક્યારેય જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં નાંખવાની કોઇ પણ વાત કહી નથી.
સુશીલ મોદીનું કહેવું છે કે, જો પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધી ગયો છે તો તેમા મુશ્કેલી શું છે કારણ કે તેનો ફાયદૃો કેન્દ્ર અને રાજ્ય સરકારોને મળી રહૃાો છે. સુશીલ મોદી અનુસાર જો પેટ્રોલ-ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયા થઇ જાય તો ૬૦ રૂપિયા ટેક્સ લાગશે. ૬૦ રૂપિયામાં ૩૫ રૂપિયા કેન્દ્ર અને ૨૫ રૂપિયા રાજ્ય સરકારને મળશે. આ સિવાય સુશીલ મોદીએ એવું પણ કહૃાું કે, ટેસ્ટ કલેક્શનથી વિકાસનું કામ થઇ રહૃાું છે તો પછી આટલો બધો વિવાદ શામાટે થઇ રહૃાો છે.
સુશીલ મોદીએ એવો સવાલ પણ વિપક્ષને પૂછ્યો કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં નાંખી દીધા તો ૧૦ રૂપિયાવાળા પેટ્રોલ પર ૧૨ રૂપિયાનો ટેક્સ લાગશે. આવામાં પ્રતિ લીટર લગભગ ૪૮ રૂપિયાનું નુક્સાન કેન્દ્ર અને રાજ્યને થશે. સુશીલ મોદીએ સાફ-સાફ પૂછ્યુ કે વિપક્ષ એ બતાવે કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરી લેવામાં આવે તો ૪૮ રૂપિયાના નુક્સાનની ભરપાઇ ક્યારે અને કેવી રીતે થશે. જો તેનો જવાબ વિપક્ષ પાસે છે તો જવાબ કેમ આપતા નથી.