૯૩મા એકેડમી એવોર્ડસના નોમિનેશનની જાહેરાત પ્રિયંકા-નિક કરશે

પ્રિયંકા ચોપરા ફરી એકવાર ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરતી જોવા મળશે. ૯૩મા એકેડમી અવોર્ડ્સના નોમિનેશનની અનાઉન્સમેન્ટમાં પ્રિયંકાની સાથે નિક જોનસ પણ સાથ આપશે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં નિક સાથે એક વીડિયો શૅર કરીને આ માહિતી આપી હતી. આ વીડિયો પ્રિયંકા તથા નિકે લંડનમાં શૂટ કર્યો છે.

વીડિયોમાં પ્રિયંકા પોતાના ચાહકોને પૂછે છે, ’મને કહો કે અમે ઓસ્કર નોમિનેશન્સની જાહેરાત કરી રહૃાાં છીએ. તે પણ મને કહૃાા વગર કે અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવાના છીએ.’ ત્યારબાદ પ્રિયંકાની પાછળ ઊભેલો નિક કહે છે, ’તમે પહેલાં જ બધાને કહી દીધું છે.’ પછી પ્રિયંકા કહે છે, ’અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરીશું, અમને લાઈવ જુઓ.’

પ્રિયંકાએ પોતાના આ વીડિયોમાં એકેડમીને ટૅગ કરીને કેપ્શનમાં કહૃાું હતું, ’કોઈ ચાન્સ છે કે હું ઓસ્કર નોમિનેશનની જાહેરાત એકલા કરી શકું? મજાક કરું છું. લવ યુ નિક જોનસ. સોમવારના રોજ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવા માટે અમે ઘણાં જ ઉત્સાહી છીએ. ઓસ્કર નોમિનેશન્સ ધ એકેડમીનાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ૧૫ માર્ચના રોજ સવારે ૫.૧૯ વાગ્યાથી લાઈવ જુઓ.’ આ પહેલી વાર છે કે જ્યારે કોઈ કપલ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરશે.