અંતરિક્ષના નવા નવા રહસ્યો હવે ઉજાગર થતા જાય છે

તા. ૫.૮.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ આઠમ, સ્વાતિ   નક્ષત્ર, શુભ  યોગ, વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  તુલા (ર,ત) રહેશે.

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ અંતરિક્ષના નવા નવા રહસ્યો હવે ઉજાગર થતા જાય છે. જેમ્સ વેબ્સ ટેલિસ્કોપ દ્વારા રથના પૈડાં આકારની આકાશગંગાની તસ્વીર લેવામાં આવી છે જેમાં અનેક બ્રહ્માંડના રહસ્યો સમાયેલા છે. સમયના ચક્ર જેવી રથના પૈડાં જેવી આકાશગંગા પૃથ્વીના નિર્માણથી લઈને બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલવામાં મદદરૂપ થશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સેનાપતિ મંગળ મહારાજ ૧૦ ઓગસ્ટથી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. મંગળ મહારાજ ૧૦ ઓગસ્ટથી ૧૬ ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે. મંગળ મેષમાં હોય ત્યારે ખુબ એકટીવ હોય છે અને ખુબ કામ કરે છે જયારે વૃષભમાં મંગળ થોડા ધીમા પડે છે. આ સમયમાં ફોર્સીસની કામગીરી અલગ પ્રકારની અને રચનાત્મક જોવા મળે છે. વૃષભમાં મંગળ વધુ મહત્વાકાંક્ષા કરતા જરૂરિયાત પર વધુ ભાર મૂકે છે અને પોતાની જવાબદારીનું વહન કરે છે વળી આ સમયમાં પારિવારિક અને કૌટુંબિક કાર્ય થાય છે ખાસ કરીને સગાઇ બાબતના પ્રશ્નો અટકતા હોય તો આ સમયમાં એમાં ફેરફાર થતો પણ જોવા મળશે. શુક્ર મહારાજ પણ આવતીકાલથી ચંદ્રના ઘરની કર્ક રાશિમાં આવશે જે લોકોને ઘરમાં બગીચો બનાવવા અને પ્લાન્ટ્સ વાવવાની પ્રેરણા આપતા જોવા મળશે.