અમરેલી,
અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવી રાજકોટમાં સારવાર લઇ રહેલા યોગેશભાઇ જોષી (આકાર સ્ટુડીયોવાળા)નું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે નિધન થતાં અમરેલી શહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક ત્રણ થયો છે.
યોગેશભાઇનાં મૃત્યુ સાથે એ વાત પણ સ્પષ્ટ રીતે સામે આવી છે કે, કોરોના છે ત્યાં સુધી કામ ધંધા માટે બહાર જતાં યુવા વર્ગે ઘરમાં આવી અને ઘરમાં રહેલા વડીલોની સંભાળ રાખવી જરૂરી છે. આમાં લોકોએ જાતે જ જાગૃતી રાખવી જોશે. ઘરની અંદર સરકાર કોઇ હસ્તક્ષેપ નહીં કરે.