અમરેલીનાં લાઠી રોડ રેલ્વે ફાટક નજીક પૈસાની લેતી દેવી પ્રશ્ર્ને યુવાન ઉપર હુમલો

અમરેલી,
અમરેલી સરકારવાડામાં રહેતા અલ્તાજભાઇ તોફીકભાઇ ઉ.વ.34 ને પૈસાની લેતી દેતી પ્રશ્ર્ને લાઠી રોડ રેલ્વે ફાટક પાસે આવેલ રાજશક્તિ પાનના ગલ્લા પાસે ગત રાત્રીનાં છત્રપાલ વાળાએ બોલાવી શાહેદ ઇરફાન ઉર્ફે ટાલકીને છત્રપાલ વાળાએ ફોનમાં ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ અલ્તાજભાઇને છત્રપાલ વાળાએ માથામાં લાકડાના ધોકા વડે માર મારી ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી લાલો અને જીગા ચાવડાએ ગાળો બોલી માર મારી પકડી રાખી મદદગારી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.