અમરેલીમાં તોફાન પહેલાની શાંતિ કે કોરોનાનાં વળતા પાણી ?

  • મંગળવારે કોરોનાનાં 15 કેસ આવતા રાહત : અમરેલીમાં કોરોનાથી મહિલાનું મૃત્યુ થતા મરણાંક 21 : વધ્ાુ 19 શંકાસ્પદ દર્દી દાખલ
  • સતત વરસાદ અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાભરમાં થઇ રહેલા રેપીડ ટેસ્ટથી સંક્રમણ ફેલાય તે પહેલા જ અટકી જતુ હોવાને કારણે હાલમાં કોરોનાનાં કેસ ઉપર બ્રેક
  • 15 માંથી અમરેલી શહેરમાં 5 કેસ નોંધાયા : સાવરકુંડલા, કુંકાવાવ, રાજુલા, ધારીમાં બે બે કેસ નોંધાયા : જો તકેદારી અને તંત્રની મહેનત ચાલુ રહે તો કોરોના કાબુમાં આવશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોનાનાં માત્ર 15 જ કેસ આવતા રાહત ફેલાઇ છે જો કે સાવરકુંડલા રોડ બાયપાસે કોરોનાથી 40 વર્ષની મહિલાનું મૃત્યું થતા કોરોનાથી સતાવાર મૃત્યુ આંક 21 થયો છે અને કોરોનાનાં કુલ કેસની સંખ્યા 900ને વટી ગઇ છે અને હાલમાં 318 દર્દીઓ સારવાર લઇ રહયા છે ધારી રોડ ઉપર આવેલ હોમીયોપેથીક કોલેજમાં 75 બેડની હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે. રોજના એવરેજ 30 કેસ આવતા હતા પરંતુ આજે માત્ર 15 કેસ જ આવતા અમરેલીમાં તોફાન પહેલાની શાંતિ છે કે કોરોનાનાં વળતા પાણી ? તેની અટકળો થઇ રહી છે. જો કે સતત વરસાદ અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાભરમાં થઇ રહેલા રેપીડ ટેસ્ટથી સંક્રમણ ફેલાય તે પહેલા જ અટકી જતુ હોવાને કારણે હાલમાં કોરોનાનાં કેસ ઉપર બ્રેક આવી હોવાનું મનાઇ રહયુ છે જો તકેદારી અને તંત્રની મહેનત ચાલુ રહે તો કોરોના કાબુમાં આવી શકે છે આજે 15 માંથી અમરેલી શહેરમાં અમરેલી કન્યાશાળા પાસે 39 વર્ષના પુરૂષ, શિવ રેસીડેન્સીમાં 30 વર્ષનો યુવાન, હરીરોડે 34 વર્ષનો યુવાન, આનંદનગર 4 માં 52 વર્ષના પ્રૌઢ અને અમરેલી પોલીસ લાઇનમાં 48 વર્ષના આધ્ોડ મળી 5 કેસ નોંધાયા છે જ્યારે સાવરકુંડલાનાં ધાર અને પીયાવા તથા ગ્રામ્ય વિસ્તારમાં વધ્ાુ એક કેસ નોંધાયો છે રાજુલામાં 22 અને 17 વર્ષના યુવાન અને તરૂણના પોઝિટિવ આવ્યા છે કુંકાવાવના દેવળકી ગામે 33 વર્ષના યુવાન અને 52 વર્ષના પ્રૌઢ તથા ધારીમાં જર ગામે 60 વર્ષના વૃધ્ધા અને ચલાલામાં 76 વર્ષના વૃધ્ધ તથા અમરેલીના પાણીયામાં 45 વર્ષના આધ્ોડ મળી કુલ 15 પોઝિટિવ દર્દી નોંધાતા કુલ દર્દીની સંખ્યા 908 થઇ છે અને 569 દર્દીઓ સાજા થયા છે જ્યારે 318 સારવારમાં છે અને આજે સાવરકુંડલા રોડ બાયપાસે 40 વર્ષની મહિલાનું મૃત્યુ થતા મરણાંક 21 થયો છે.અમરેલી જિલ્લામાં 19 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે જેમાં અમરેલી ચિતલ રોડ, ખીજડીયા, રાજુલા, કોટડા, રાંઢીયા, ભાયાવદર, અમરેલી બટારવાડી, જશવંતગઢ, વિજપડી, ભાડા, ધારી જોશીબાગ, ઢાંગલા, રાજુલા શિક્ષક સોસાયટી, અમરેલી ચક્કરગઢ રોડ, મોટા માંચીયાળા, મુંબઇ, માલવીયા પીપરીયાનો સમાવેશ થાય છે.