અમરેલીમાં પરજીયા સોની સમાજના છઠા આદર્શ સમૂહલગ્ન યોજાશે

અમરેલી,
અમરેલીમાં આગામી તા. 23-6-23ના રોજ શ્રી પરજીયા પટ્ટણી સોની સમાજના છઠ્ઠા આદર્શ સમૂહલગ્ન યોજાનાર છે.
મુંબઇના ઉદ્યોગપતિ અને પરજીયા સોની સમાજના અગ્રણી દાતા શ્રી બાબુભાઇ શામળદાસભાઇ ધાણક (સાવલીવાળા) પ્રેરીત શ્રી મુંબઇ પરજીયા સોની સમાજ તથા શ્રી અવધ વેલફેર સોસાયટી અમરેલી અને શ્રી પરજીયા પટ્ટણી સોની સેવા ટ્રસ્ટ મંડળના સંયુકત ઉપક્રમે અમરેલીમાં પરજીયા સોની સમાજના છઠા આદર્શ સમૂહલગ્ન યોજવાનું આયોજન કરાયું છે.
અમરેલીનાં આંગણે સફળતાપુર્વક પાંચ આદર્શ સમુહલગ્નોત્સવના આયોજન બાદ હવે આગામી તા. 23-6-23ના રોજ છઠા આદર્શ સમૂહલગ્નોત્સવ માટે આયોજકો દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો છે.અમરેલીમાં યોજાનારા છઠા આદર્શ સમૂહલગ્નોત્સવમાં પાંચ જ લગ્નનું આયોજન હોય તેમા જોડાવા માંગતા પરિવારે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા તા. 1-6-2023 સુધીમાં શ્રી ભરતભાઇ ચૌહાણ અવધ ટાઇમ્સ કાર્યાલય મો. 9825235511 તથા નિવૃત મામલતદાર શ્રી ધીરૂભાઇ જગડા મો. 9979333366 તથા જય ગોલ્ડ આર્ટ દાણાબજાર વલ્લભ કોમ્પલેક્ષ ખાતે શ્રી જયસુખભાઇ લુહાર મો.99794 77672, સીઆર ગોલ્ડ શ્રી ચેતનભાઇ ધકાણ (મો.8200057881)નો સંપર્ક કરી નામ નોંધાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.અને દિકરીઓને કરીયાવર આપવા માંગતા સમાજશ્રેષ્ઠીઓએ પણ આયોજકોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમસ્ત પરજીયા સોની સમાજમાં સમૂહ લગ્નોત્સવની ક્રાંતિકારી શરૂઆત આજથી 50 વર્ષ પહેલા સને1972ની સાલમાં જ્યાથી થઇ હતી તેવા અમરેલીના પરજીયા સોની સમાજ દ્વારા આદર્શ સમુહલગ્નોત્સવની સફળ શરૂઆત થઇ છે જેને અનેક સમાજ અપનાવી રહયા છે.