અમરેલી એલસીબીએ ગોખરવાળા ગામ પાસેથી કારમાંથી 395 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો

અમરેલી,
અમરેલી પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ. પટેલ ,પીએસઆઈ એમ.બી ગોહિલ,એમ.ડી. સરવૈયા ના માર્ગદર્શન નીચે દારૂની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા અમરેલી એલસીબી હે. કોન્સ રાહુલભાઈ શાર્દુલભાઈ ચાવડાએ ગોખરવાળા ગામ પાસે શેત્રુંજી નદીના પુલ પાસે અમરેલી રોકડીયાપરાના ઘનશ્યામ નાનજીભાઈ મેર પોતાની મારૂતિ સ્વીફટ કારમા જુદી -જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ 395 બોટલ રૂ/-1,14,911 ,એક મોબાઈલ રૂ/-10,000 તથા ફોરવ્હીલ મળી કુલ રૂ/-4,24,911 ના મુદામાલ સાથે ઘનશ્યામ મેરને પકડી પાડ્યો હતો. જયારે રેઈડ દરમ્યાન જેમનું નામ ખુલ્યુ છે તે ધર્મેશ ઉર્ફે ધમો મનુભાઈ વાળાને પકડવાનો બાકી છે.