અમરેલી જિલ્લામાં જુદા જુદા કમોતના ત્રણ બનાવો

અમરેલી,
અમરેલી જિલ્લામાં કમોતના ત્રણ બનાવો પોલીસ મથકમાં નોધાયા હતાં જેમાં સાવરકુંડલા અને રાજુલામાં બે પરિણીતાઓનું ગળાફાંસો ખાઇ જતાં તેમજ દામનગરમાં પ્રૌઢને વાય આવતા દાદરેથી પડી જતા મૃત્યુ નિપજેલ.દામનગરમાં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ નારોલા ઉ.વ.45 પોતાના રહેણાંક મકાનની અગાસી ઉપરથી કપડા લઇને નીચે ઉતરતા હોય તે દરમિયાન તેમને આચકી(ઇસ્ટોરીયા) આવી જતા અકસ્મતો દાદર ઉપરથી નીચે પડી જવાથી માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી તથા જમણા પગમાં ઇજા થવાથી મૃત્યું નિપજયાનું રમેશભાઇ ડાયાભાઇ નારોલાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે. સાવરકુંડલા જલારામ સોસાયટીમાં રહેતી હર્ષાબેન આશિષભાઇ પથ્થર ઉ.વ.34ના પતિ ત્રણેક માસ પહેલા અવસાન પામેલ હોય જેનો આઘાત પોતાને લાગતા પોતે ઘરે એકલા હોય તે દરમિયાન પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતાં મૃત્યુ નિપજયાનું મુકતાબેન રમેશભાઇ પથ્થરે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે રાજુલામાં પાયલબેન અશોકભાઇ પરમાર ઉ.વ.23ને નાનાપણથી માનસિક બિમારી હોય અને પોતે આવેશમાં આવી શું કરી બેસે તેની પોતાને ખબર રહેતી ન હોય આ સામાન્ય બિમારી હોય જેથી તેના પતિ કે માતાપિતાએ કોઇ સારવાર કરાવેલ ન હોય. હાલ થોડા સમયથી પાયલબેન તેના પતિ તથા સાસરીયા વાળાને કહ્યા કરતી કે હું માનસિક બિમારીથી કંટાળી ગયેલ છું. મારે નથી જીવુ તેવા વિચારો સતત કરતા હતાં. તા.7-2-24ના બપોરે 11:30 કલાકે પાયલબેન તેની દિકરી સાથે ઘરે એકલા હતા ત્યારે તેની દિકરી તેના ભત્રીજીને રમાડવા આપી માનસિક બિમારીથી કંટાળી પોતાના રહેણાંક મકાનના રૂમના ઠેલ સાથે દોરડુ બાંધી પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા મૃત્યું નિપજયાનું પતિ અશોકભાઇ વલ્લભભાઇ પરમારે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ