અમરેલી તારવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમા આગ લાગી

અમરેલી, અમરેલી શહેરના તારવાડી વિસ્તારમા આવેલ એક રહેણાક મકાનમા કોઈ અગમ્ય કારણોસર આગલાગવાની ઘટના બનેલ જેની ટેલીફોનિક જાણ ફાયર કંટ્રાલ રૂમ અમરેલીને કરતા ફાયર આફિસર એચ.સી.ગઢવી ની આગેવાની હેઠળ ફા્રયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચેલ ઘટના સ્થળે પહોંચતા ઘટનાની ગંભીરતા જોઈ મકાનના ત્રીજા માળે આગની અંદર જીવીત ગેસનુ સિલિન્ડર ફાયર જવાન દ્રારા સાહસિકતાપુર્વક બાહર કાઢેલ હતો. જેના કારણે મોટી ર્દુઘટના ટળી હતી.