અમરેલી પાલિકા પ્રમુખ શ્રી મનિષાબેન રામાણીની સૌરાષ્ટ્ર યુનિ. સેનેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી

અમરેલી,

અમરેલી શહેરના પ્રથમ નાગરીક અને મહિલા ઉત્કર્ષ સહિત – રચનાત્મક અભિગમ ધરાવતા મહિલા અગ્રણી મનિષાબેન સંજયભાઈ રામાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ સદસ્ય તરીકે બિનહરીફ નિમણુંક કરવામાં આવતા રાષ્ટ્રીય સહકારી આગેવાન-પુર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલિપભાઈ સંઘાણી,નાયબ મુખ્ય દંડક (ધારાસભ્ય) શ્રી કૌશિકભાઈ વેકરીયા,જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા,યુવા આગેવાન અમરડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી,અમરેલી નગરપાલિકા,શહેર ભાજપ,મહિલા મોરચા સહિતના આગેવાનો ,શુભેચ્છકોએ વરણીને આવકારી શુભકામનાઓ પાઠવી છે.ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકેનું ફોર્મ ભરવામાં આવેલ જેમા મનિષાબેન રામાણી બિનહરીફ જાહેર થતા સેનેટ સભ્ય તરીકેની વર્ણીને આગેવાનોએ આવકારી શુભકામના પાઠવતા મનિષાબેન રામાણીએ સૌનો આભાર વ્યકત કર્યો